પીસીબીએ દરોડો પાડીને ચકલી પોપટનો જુગાર રમતા છ જુગારીઓ ઝડપ્યા
ઠક્કરનગર ચાર રસ્તા નજીક દરોડો
બેનર પર અલગ અલગ પક્ષીઓના ફોટો લગાવીેને તેને જુગાર રમાડવામાં આવતો હતો
અમદાવાદ,રવિવાર
ઠક્કરનગર ચાર રસ્તા પાસે આવેલા પુષ્પકુંજ કોમ્પ્લેક્સમાં પીસીબીના સ્ટાફે દરોડો પાડીને પોપટ ચકલીનો જુગાર રમી રહેલા છ જુગારીઓને ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ અંગે પોેલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પીસીબીના પીઆઇ જે પી જાડેજાને બાતમી મળી હતી કે ઠક્કરનગર ચાર રસ્તા પાસે વસંતનગર વિભાગ-૧ નજીક પુષ્પકુંજ કોમ્પ્લેક્સ પાસે કેટલાંક લોકો ચકલી પોપટનો જુગાર રમાડે છે.
જેના આધારે પોલીસે દરોડો પાડીને રાજેશ વઢીયારી (રહે. વસંતનગર), કિરણ પરમાર ( વિરાટનગર), મનોજ પંચાલ (જીવન ટ્વીન બંગ્લોઝ,નિકોલ), વિજય પરાતે (વિરાટનગર), ભરત સિંધી (પુષ્પ રેસીડેન્સી, વસ્ત્રાલ) અને રાજુ ઠાકોર ( બાપુનગર)ને ઝડપીને ૩૨ હજારની રોકડ જપ્ત કરી હતી. જ્યારે જીતુ સોંલકી, મનોજ રાઠોડ અને લક્ષ્મણ રાઠોડ ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.