Get The App

ત્રાગ઼ડમાં આવેલા દ્વારકેશ ઓપ્યુલન્સમાં ચાલતા ક્રિકેટ સટ્ટાના અડ્ડા પર પીસીબીના દરોડા

20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો

પોલીસને આઇડી આપનાર અને ગ્રાહકોના નામ મળ્યા

Updated: Jan 6th, 2025


Google News
Google News
ત્રાગ઼ડમાં આવેલા દ્વારકેશ ઓપ્યુલન્સમાં ચાલતા ક્રિકેટ સટ્ટાના અડ્ડા પર પીસીબીના દરોડા 1 - image

અમદાવાદ, સોમવાર

પીસીબીના પોલીસ ઇન્પેક્ટર જે પી જાડેજાના સ્ટાફને બાતમી મળી હતી કે ચાંદખેડા ત્રાગડ રીંગ રોડ નજીક આવેલા દ્વારકેશ ઓપ્યુલન્સમાં  20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે કેયુર ઉર્ફે જીગર પટેલના ભાડાના ફ્લેટમાં દરોડો પાડીને કેયુર પટેલ , આકાશ ઉર્ફે ચિન્ટુ પારસભાઈ શાહ (રહે. .શાહ કોલોની રાહત સર્કલ પાસે શાહપુર દરવાજા બહાર શાહપુર અમદાવાદ) અને કૃણાલ દિલીપભાઈ મોદી (રહે. હરિહર નિવાસ પરબડી પાસે શાહપુર દરવાજાનો ખાંચો,શાહપુર)ને ઝડપી લીધા હતા . પોલીસને સ્થળ પરથી નવ મોબાઇલ ફોન, લેપટોપ, અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો.  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતે કે કેયુર પટેલ ન્યૂ રાણીપ ચેનપુર રોડ પર આવેલા મેગા આર્કેડમાં રહેતો હતો અને  તેણે સટ્ટા માટે મકાન ભાડે રાખ્યું હતુ. તેણે સટ્ટા માટેનું આઇડી  ચાંદલોડિયા સિલ્વર સ્ટાર નજીક રહેતા કિશોર મારવાડી , જય ઠાકોર પાસેથી તેમજ અન્ય ત્રણ લોકો પાસેથી લીધા હતા. પોલીસને હિસાબની ડાયરી તેમજ અન્ય ગ્રાહકોના નામની યાદી પણ મળી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


Tags :
pcb-raided-on--cricket-satta-batting--den-in-Chandkheda-area-of-Ahmedabad

Google News
Google News