ગુજરાતમાં હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે નહીં જવું પડે પોલીસ સ્ટેશન, જાણો શું થયો ફેરફાર
પોલીસે પાસપોર્ટ અરજદારોની નાગરિક્તા અને ગુનાહિત ઈતિહાસની જ ખરાઈ કરવાની રહેશે
પોલીસ જરુર પડશે તેવા કિસ્સામાં જ અરજદારના રહેણાંક સ્થળની મુલાકાત લેશે
Important news for passport applicant in Gujarat : ગુજરાતમાં પાસપોર્ટ કઢાવવા ઈચ્છતા નાગરિકો માટે મહત્વના સમાચાર આવ્યા છે જેમાં પાસપોર્ટ વેરિફિકેશન (Passport Verification)ની પ્રક્રિયામાં સુધારો કરાયો છે. કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે જે મુજબ હવે પાસપોર્ટ અરજદારો (passport-applicant)ને વેરીફીકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલવવાની જરૂરીયાત રહેતી નથી.
પોલીસ પણ અરજદારના ઘરે આવશે નહીં
આ જાહેર કરાયેલા પરિપત્રથી પાસપોર્ટ અરજદારો માટે રાહત આપતા સમાચાર છે. નવો પાસપોર્ટ કઢાવવા તેમજ જૂનો પાસપોર્ટ રીન્યુ કરવા દરમિયાન પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયાને સહેલી બનાવાઈ છે. હવે હવે પાસપોર્ટ અરજદારોને વેરીફીકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલવવાની જરૂરીયાત રહેતી નથી. અને પોલીસ પણ અરજદારના ઘરે આવશે નહીં. આ ઉપરાંત પોલીસે પાસપોર્ટ અરજદારોની નાગરિક્તા અને ગુનાહિત ઈતિહાસની જ ખરાઈ કરવાની રહેશે. સરનામાંની ચકાસણી કરવાની આવશ્યકતા રહેતી નથી. પોલીસ જરુર પડશે તેવા કિસ્સામાં જ અરજદારના રહેણાંક સ્થળની મુલાકાત લેશે.