Get The App

દિવાળીના પર્વને લઈ લોકોએ પકડી વતનની વાટ, અમદાવાદના ST બસ ડેપો અને રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
દિવાળીના પર્વને લઈ લોકોએ પકડી વતનની વાટ, અમદાવાદના ST બસ ડેપો અને રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો 1 - image


ST Bus Depot And Railway Station In Ahmedabad: અમદાવાદમાં એસ.ટી બસ ડેપો ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવા માદરે વતન જતા મુસાફરોમાં માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 8,340 જેટલી વધારની એસ.ટી. બસો દોડાવવા આવશે. દિવાળીના પર્વને લઈ બસ સ્ટેન્ડ પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના કંપની અને શાળા-કોલેજોમાં રજા પડતા વિદ્યાર્થીઓ અને શ્રમિકો પોતાના વતન જતા હોવાથી એસ.ટી બસ ડેપો પર મુસાફરોની ભીડ જોવા મળી છે. બીજી તરફ રેલવે સ્ટેશન પર મુસાફરોથી ખચોખચ ભરાઈ ગયા છે.

દિવાળીના પર્વને લઈ લોકોએ પકડી વતનની વાટ, અમદાવાદના ST બસ ડેપો અને રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો 2 - image

એડવાન્સ બુકિંગમાં 20 ટકાનો વધારો 

દિવાળીના તહેવારને લઈને એસ.ટી બસોમાં દૈનિક એડવાન્સ બુકિંગમાં 20 ટકાનો વધારો થયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં કુલ 8,340 એકસ્ટ્રા બસો દોડાવાશે. સુરતથી 2,200, દક્ષિણ-મધ્ય ગુજરાતથી 2,900, સૌરાષ્ટ્ર-કચ્છથી 2,150 અને ઉત્તર ગુજરાતથી 1,090 બસો દોડાવાશે. તહેવાર ટાણે ખાનગી બસોની સાથે હવે એક્સ્ટ્રા બસોમાં નિયમિત ભાડા કરતાં 1.25 ગણું ભાડું વધારે વસૂલાશે. 

દિવાળીના પર્વને લઈ લોકોએ પકડી વતનની વાટ, અમદાવાદના ST બસ ડેપો અને રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો 3 - image

કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ

દિવાળીની ઉજવણી કરવા માટે અમદાવાદથી વતન તરફ રવાના થઈ રહ્યાં છે, કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી છે, ટિકિટ લેવા લોકોની પડાપડી થઈ રહી છે. વહેલી સવારથી બુકિંગ ટિકિટ કરાવવાને લઈ લોકોની ભીડ ઉમટી છે, કન્ફર્મ ટિકિટ લેવા માટે લોકો વહેલી સવારથી લાઈનમાં ઊભા છે. મસાફરોની ફરિયાદ છે કે, કલાકો સુધી લાઈનમાં ઊભા છતા પણ તત્કાલ ટિકિટ પણ મળતી નથી. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન જતાં મુસાફરોને હાલાકી પડી રહી છે.

દિવાળીના પર્વને લઈ લોકોએ પકડી વતનની વાટ, અમદાવાદના ST બસ ડેપો અને રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો 4 - image

આ પણ વાંચો: સુરતમાં તહેવાર ટાણે વતન જવા મુસાફરોની પડાપડી, ઉધના રેલવે સ્ટેશને લોકોનું કીડિયારું ઉભરાયું


ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો વતન જવા નીકળ્યાં છે. જેને કારણે કાલુપુર રેલવે સ્ટેશન પર લોકોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.

દિવાળીના પર્વને લઈ લોકોએ પકડી વતનની વાટ, અમદાવાદના ST બસ ડેપો અને રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો 5 - image


Google NewsGoogle News