ગુજરાતમાં વધુ એક પેપર લીક : બીકોમ સેમ-6નું અર્થશાસ્ત્રનું પેપર ફૂંટ્યું
અમદાવાદ, 20 એપ્રિલ 2022, બુધવાર
ગુજરાતમાં પેપર લીક કાંડ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. એક બાદ એક પેપરો ફૂટી રહ્યાં છે. મળતા અહેવાલ પ્રમાણે બુધવારે બેચરલ ઓફ કોમર્સના છઠ્ઠા સેમેસ્ટરનું પેપર ફૂટ્યું છે.
વીર નર્મદ યુનિવર્સિટીમાં બુધવારે ઈકોનોમીક્સના પેપરના એક કલાક પૂર્વે જ આ પેપર ફૂટતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પરીક્ષાના એક કલાક પહેલાં જ સેનેટ સભ્યની ફરિયાદને આધારે યુનિવર્સિટીએ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે.
પેપર લીકના આક્ષેપ વચ્ચે કુલપતિએ આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય આગામી પાંચ બાકી વિષયોના પેપરો પણ રદ્દ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
પેપર લીકના આક્ષેપ વચ્ચે કુલપતિએ આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય આગામી પાંચ બાકી વિષયોના પેપરો પણ રદ્દ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે વીસીએ પેપર ફૂટ્યાંના દાવાને નકાર્યો હતો અને કહ્યું હતુ કે પ્રશ્નપત્રના પેપર ભૂલથી ખુલી જતા પેપર રદ કરવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે ઇકોનોમિક્સ સેમેસ્ટર-6ના સવાલો ફરતા થયા હતા.