Get The App

એક વર્ષના સમય દરમિયાન SVP કરતા L.G., શારદાબહેન હોસ્પિટલમાં વધુ ઓપરેશન કરાયા

૭૦૦ કરોડના ખર્ચથી તૈયાર કરાયેલી જીફૅ હોસ્પિટલને મ્યુનિ.તંત્રે પાંચ વર્ષમાં રુપિયા ૮૦૮ કરોડ ગેપફંડ આપ્યું

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
એક વર્ષના સમય દરમિયાન SVP કરતા  L.G., શારદાબહેન હોસ્પિટલમાં વધુ ઓપરેશન કરાયા 1 - image


અમદાવાદ,શુક્રવાર,1 માર્ચ,2024

અમદાવાદમાં રુપિયા ૭૦૦ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલી મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલ કરતા મ્યુનિ.સંચાલિત એલ.જી. તથા શારદાબહેન હોસ્પિટલમાં એક વર્ષના સમયમાં વધુ ઓપરેશન કરવામાં આવ્યા હતા. એક વર્ષના સમયમાં એસ.વી.પી.હોસ્પિટલ ખાતે ૬૮૯૪ ઓપરેશન કરાયા હતા. એલ.જી.હોસ્પિટલ ખાતે ૨૦,૭૭૬ જયારે શારદાબહેન હોસ્પિટલ ખાતે ૧૬૨૨૮ ઓપરેશન કરવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલ વર્ષ-૨૦૧૯-૨૦માં શરુ કરવામાં આવી હતી.એસ.વી.પી.હોસ્પિટલની તુલનામાં એલ.જી. તેમજ શારદાબહેન હોસ્પિટલના બિલ્ડિંગ નાના છે.શારદાબહેન હોસ્પિટલનુ નવુ બિલ્ડિંગ બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રક્રીયા શરુ કરવામાં આવી છે.બીજી તરફ રુપિયા ૭૦૦ કરોડથી વધુના ખર્ચથી શરુ કરવામાં આવેલી એસ.વી.પી.હોસ્પિટલમાં બંને હોસ્પિટલ કરતા એક વર્ષમાં ઓછા ઓપરેશન કરવામાં આવ્યા હોવાની સાથે ઓ.પી.ડી.માં નિદાન કે સારવાર લેવા પહોંચેલા દર્દીઓની સંખ્યા પણ ઓછી નોંધાવા પામી છે.

એક વર્ષમાં મ્યુનિ.ની કઈ હોસ્પિટલમાં કેટલા દર્દીઓએ સારવાર લીધી

હોસ્પિટલ       OPD           INDOOR       ઓપરેશન

એસ.વી.પી.     ૨,૪૦,૭૫૯     ૨૧૯૮૧       ૬૮૯૪

એલ.જી.                ૮,૯૯,૮૧૮     ૮૬૪૪૭    ૨૦,૭૭૬

શારદાબહેન    ૬,૩૨,૦૧૬     ૩૬,૩૦૦       ૧૬,૨૨૮

વી.એસ.              ,૯૧,૭૧૬       ૯૬૪૬         ૭૧૨૭

પાંચ વર્ષમાં એસ.વી.પી.ને ૮૦૮ કરોડનુ ગેપ ફંડ અપાયુ

વર્ષ            રકમ(કરોડમાં)     પરત કરેલ રકમ(કરોડમાં)

૨૦૧૯-૨૦     ૪૦.૯૦                -------

૨૦૨૦-૨૧     ૨૨૫.૦૦               ----------

૨૦૨૧-૨૨     ૨૨૬.૯૬               ૩૦.૦૦

૨૦૨૨-૨૩     ૧૮૩.૪૦               ૬૦.૦૦

જાન્યુ-૨૪ સુધી ૧૩૨.૦૦               ૩૦.૦૦

એસ.વી.પી.હોસ્પિટલના ઈન્ડોર દર્દી માટે કેટલો ચાર્જ?

વોર્ડ            ડિપોઝીટની રકમ

જનરલ         ૫,૦૦૦

આઈસીયુ       ૧૦,૦૦૦

સ્પે.,વી.આઈ.પી.  ૨૦,૦૦૦


Google NewsGoogle News