Get The App

દસ વર્ષના સમય દરમિયાન ખાનગી શાળા છોડીને ૫૫ હજાર વિદ્યાર્થીનો મ્યુનિ.શાળામાં પ્રવેશ

શહેરના વિવિધ વોર્ડમાં ૧૨૯ જેટલી સ્માર્ટ શાળા બનાવવામાં આવી

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News

     દસ વર્ષના સમય દરમિયાન  ખાનગી શાળા છોડીને ૫૫ હજાર વિદ્યાર્થીનો મ્યુનિ.શાળામાં પ્રવેશ 1 - image

  અમદાવાદ,શનિવાર,18 જાન્યુ,2025

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં દસ વર્ષના સમયમાં ખાનગી શાળા છોડીને ૫૫૬૦૫ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. વિવિધ વોર્ડમાં આવેલી ૧૨૯ જેટલી મ્યુનિસિપલ શાળાઓને આ સમય દરમિયાન સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે. વર્ષ-૨૦૨૫-૨૬માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૪ નવી શાળા બનાવવામાં આવશે.વર્ષ-૨૦૨૫-૨૬ના રુપિયા ૧૧૪૩ કરોડના ડ્રાફટ બજેટ પૈકી શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ માત્ર રુપિયા ૭૭.૫૦ કરોડ જ ખર્ચ કરાશે.

મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનું વર્ષ-૨૦૨૫-૨૬ માટેનું રુપિયા ૧૧૪૩ કરોડનું ડ્રાફટ બજેટ શાસનાધિકારી ડોકટર લગધીર દેસાઈ દ્વારા રજૂ કરવામા આવ્યુ છે.જો કે રુપિયા ૧૦૪૨.૫ કરોડ તો માત્ર પગાર અને પેન્શનની ચૂકવણી પાછળ જ ખર્ચ કરવામાં આવશે.શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ રુપિયા ૭૭.૫૦ કરોડ ખર્ચ કરવામાં આવશે.મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓ માટે રાજય સરકાર ગ્રાન્ટેબલ ખર્ચના રૃપિયા ૮૦૮ કરોડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન રુપિયા ૧૩૧ કરોડ આપશે.વર્ષ-૨૦૨૫ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શતાબ્દી વર્ષ છે.

ખાનગી શાળા છોડી મ્યુનિ.શાળામાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ

વર્ષ    વિદ્યાર્થીની સંખ્યા

૨૦૧૫ ૫૪૮૧

૨૦૧૬ ૫૦૦૫

૨૦૧૭ ૫૨૧૯

૨૦૧૮ ૫૭૯૧

૨૦૧૯ ૫૨૭૨

૨૦૨૦ ૩૩૩૪

૨૦૨૧ ૬૨૮૯

૨૦૨૨ ૯૫૦૦

૨૦૨૩ ૪૩૯૯


Google NewsGoogle News