Get The App

કાળઝાળ ગરમીનો પ્રકોપ અમદાવાદમાં ગરમી સંબંધિત બિમારીના છ દિવસમાં ૧૩૭૫ કેસ

પેટમાં દુખાવાના ૫૭૩, ચકકર આવતા મૂર્છિત થઈ જવાના ૨૬૯ બનાવ બન્યા

Updated: May 7th, 2024


Google NewsGoogle News

     કાળઝાળ ગરમીનો પ્રકોપ અમદાવાદમાં ગરમી સંબંધિત બિમારીના છ દિવસમાં ૧૩૭૫ કેસ 1 - image

  અમદાવાદ, મંગળવાર, 7 મે,2024

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ તાપમાનમાં વધારો થયો છે.કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે શહેરમાં ગરમી સંબંધિત બિમારીના છ દિવસમાં ૧૩૭૫ કેસ નોંધાયા છે.પેટમાં દુખાવાના ૫૭૩ તથા ચકકર આવતા મૂર્છિત થઈ જવાના ૨૬૯ કેસ નોંધાયા છે.

શહેરમાં મહત્તમ તાપમાનનો પારો વધવાની સાથે મે મહિનાના આરંભથી ગરમી સંબંધિત બિમારીના કેસ વધ્યા છે.ઉલટી તેમજ ડાયેરીયાના છ દિવસમાં ૩૪૨ કેસ નોંધાયા છે.હાઈ ફિવરના ૧૬૬ કેસ નોંધાયા છે.સર્વાઈકલ હેડેકના ૨૫ કેસ નોંધાયા છે.૭ મેના દિવસે લોકસભા ચૂંટણી માટે મતદાનના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર ઓ.આર.એસ.કોર્નર સહિતની આરોગ્ય વ્યવસ્થા તંત્ર તરફથી કરવામા આવી હતી.જો કે મતદાન પુરુ થયુ ત્યાં સુધી અર્બન કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે માત્ર ઓ.આર.એસ.ના પેકેટની લોકો દ્વારા માંગ કરવામા આવતા પુરા પાડવામાં આવ્યા હતા.

અસારવામાં ચૂંટણી અધિકારીની તબિયત બગડી

લોકસભા ચૂંટણીના મતદાન સંદર્ભમાં અસારવા ખાતે આવેલા બુથ નંબર-૧૮૮, અસારવા વિદ્યાલય ખાતે  ફરજ બજાવતા પ્રમુખ ચૂંટણી અધિકારીનું બલ્ડ પ્રેસર લો થઈ જતા તેમને મ્યુનિ.તંત્ર તરફથી પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અપાયા હતા.


Google NewsGoogle News