ગુજરાતમાં પ્રથમવાર 367 કરોડના ખર્ચે બનશે બેરેજ કમ બ્રિજ, જાણો કેવી હશે વિશેષતાઓ
Rubber Barrage Cum Bridge in Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઝ-ટુ અંતર્ગત પશ્વિમમાં આવેલા ટોરેન્ટ પાવરહાઉસથી શાહીબાગ સુધી રુપિયા 367 કરોડના ખર્ચથી બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવનાર છે. આ બ્રિજ બનાવવા માટે થનાર તમામ ખર્ચ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ તરફથી મળનારી ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.
રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત થનારા બરાજમાં રબર બેરેજનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ ઓટોમેટીક કંટ્રોલ સિસ્ટમ આધારીત રહેશે. શહેરમાં પાણીની અછતના સમયે કોતરપુર ઈન્ટેક વેલ મારફતે અંદાજે 10થી 15 દિવસ ચાલે એટલો પાણીનો જથ્થો શુધ્ધિકરણ માટે મોકલી શકાશે.
સાબરમતી ટોરેન્ટ પાવરસ્ટેશન(બી.આર.ટી.એસ.) રોડથી કેમ્પ સદર બજાર(એરપોર્ટ રોડ)ના બંને તરફના રસ્તાઓને જોડતો બ્રિજ બનશે. જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાબરમતી,ચાંદખેડા,મોટેરાથી લઈ પૂર્વ વિસ્તારમાં આવેલા હાંસોલ તથા એરપોર્ટને સીધી કનેકટિવીટી મળશે. ટ્રાફિક સમસ્યા મહદઅંશે હળવી બનશે.
બેરેજ કમ બ્રિજ પૈકી રબર બેરેજનુ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ઓટોમેટીક કંટ્રોલ સિસ્ટમ આધારીત હોવાથી તેને ડીફલેકટ કરવાથી નદીના વહેતા પુરને અવરોધરુપ ના થાય તેને અનુરુપ યુનિક એરફીલ્ડ રબર બેરેજ બનાવવામા આવશે. રબર ટાઈપ બેરેજનુ કામ દક્ષિણ કોરીયાને આપવામાં આવ્યુ છે. અમદાવાદ શહેર માટે રો વોટર સંગ્રહ કરવા તથા રોડ નેટવર્ક તથા સિવિલ તથા સ્ટ્રીટલાઈટની કામગીરી રાજકમલ બિલ્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને અપાઈ છે.
બેરેજ કમ બ્રિજની વિશેષતા કઈ હશે?
-બ્રિજની બંને સાઈડ ફૂટપાથ તથા રિવરફ્રન્ટ રોડ માટે ચારે બાજુ મુખ્ય બ્રિજ સુધી કનેકટિવીટી અપાશે
-મુખ્ય બ્રિજના ડેકના નીચેના ભાગમાં 3 મીટર પહોળાઈની ટેન્સાઈલ રુફીંગ સાથેની ફૂટપાથ બનાવાશે
-બ્રિજનો મુખ્ય સ્પાન 126 મીટરની લોખંડની કમાનનો તથા બંને બાજુના ૪૨મીટરના સ્પાનને સસ્પેન્ડેડ આર્ચ પ્રકારના તથા બાકીના સ્પાન આર.સી.સી. પ્રિ-સ્ટ્રેસના ગર્ડર પ્રકારના હશે.
-થીમ બેઈઝ ડેકોરેટીવ લાઈટીંગ તથા વોટર ટ્રાન્સપોટેશન માટે લોકગેટનુ પ્રોવિઝન રખાશે.