પ્લાસ્ટીકમુકત રોડશોનું આયોજન , વડાપ્રધાનના રોડશોના રુટ ઉપર ૧૫ સાંસ્કૃતિક ઝાંખી દર્શાવતા સ્ટેજ તૈયાર
પીવાના પાણી માટે પ્લાસ્ટીકની બોટલનુ વિતરણ કરવામાં નહીં આવે
અમદાવાદ,સોમવાર,8 જાન્યુ,2024
વડાપ્રધાન તથા
યુ.એ.ઈ.ના પ્રેસિડેન્ટના એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી યોજાનારા આજના રોડશોના રુટ
ઉપર ૧૫ જેટલા સ્ટેજ ઉપર સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે.મ્યુનિ.તંત્રે આ રોડશોને
પ્લાસ્ટીકમુકત રોડ શો તરીકે યોજવા આયોજન કર્યુ છે.સ્ટેજ ઉપર કાર્યક્રમમા ભાગલેનારા
કલાકારો અને લોકોને પીવાનુ પાણી પ્લાસ્ટીકની બોટલમા આપવામાં નહીં આવે.કલાકારોને
પીવાનુ પાણી આપવા માટે પ્લાસ્ટીક સિવાયના અન્ય મટીરીયલની બોટલની વ્યવસ્થા કરાઈ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુ.એ.ઈ.ના પ્રેસિડેન્ટ મોહમ્મદ
બિન ઝાયેદ અલ નાહયાનના રોડશો દરમિયાન સમગ્ર રુટ ઉપર ૮૦ લીટરની ક્ષમતા ધરાવતા ૪૦૦
ડસ્ટબિન મુકવામા આવશે.જેમાં નાગરિકોએ કચરો નાંખવાનો રહેશે.રોડશોના રુટ ઉપર બંને
તરફ સફાઈ માટે ૨૦૦ સફાઈ કામદાર ઉપરાંત ૧૦ સુપરવાઈઝરોને ફરજ સોંપાઈ છે.રોડ શો પહેલા,દરમિયાન તથા
રોડશો પુરો થયા બાદ પણ સફાઈ કરાશે.ત્રણ રોડ સ્વીપર મશીન, દસ કોમ્પેકટર
પ્રકારના વાહન સહિતની મદદથી સફાઈ કરવાની સાથે ૧૪ લોકેશન ઉપર ૨૦ મોબાઈલ ટોયલેટ
મુકાયા છે.