અમદાવાદ મ્યુનિ.આયોજીત ફલાવરશોમાં ત્રણ દિવસમાં ૧.૫૦ લાખ લોકો ઉમટી પડયા
રવિવારે ૭૧ હજાર લોકોએ ફલાવરશોના વિવિધ આકર્ષણો જોવાનો લહાવો લીધો
અમદાવાદ,સોમવાર,1 જાન્યુ,2024
૩૦ ડિસેમ્બરથી શરુ કરવામાં આવેલા ફલાવરશો જોવા ત્રણ દિવસમાં
૧.૫૦ લાખથી વધુ લોકો ઉમટી પડયા હતા.રવિવારે રજાના દિવસે ૭૧ હજાર લોકોએ ફલાવરશોના
વિવિધ આકર્ષણો જોવાનો લહાવો લીધો હતો.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ૩૦ ડિસેમ્બરથી મ્યુનિ.તંત્ર તરફથી ફલાવરશો શરુ કરવામાં
આવ્યો હતો. ૧૫ જાન્યુઆરી-૨૦૨૪ સુધી સાબરમતી
રિવરફ્રન્ટ,ઈવેન્ટ
ગાર્ડન અને ફલાવર ગાર્ડન ખાતે ફલાવરશો
ચાલશે.ફલાવરશોને લઈ મુલાકાતીઓએ પહેલા દિવસથી જ ભારે ઉત્સાહ દર્શાવ્યો
છે.શનિવારે ૧૮,૫૦૦
જેટલી ફલાવરશોની ટિકીટનું વેચાણ થયુ હતુ. રવિવારે રજાનો દિવસ હોવાથી સવારથી રાતે
ફલાવરશો બંધ થવાના સમય સુધીમાં કુલ ૭૧ હજાર ટિકીટનું વેચાણ થવા પામ્યુ હતુ.સોમવારે
કામકાજનો દિવસ હોવાછતાં સાંજે ૬ કલાક સુધીમાં ૫૦ હજાર ટિકીટનું વેચાણ ફલાવરશો માટે
થઈ ગયુ હતુ.મુલાકાતીઓનો ધસારો જોતા આ સંખ્યામાં વધારો થશે એમ સત્તાવારસૂત્રોમાંથી
જાણવા મળ્યુ હતુ.