રેન્ડમ સર્વે સામે વિપક્ષના સવાલ , અમદાવાદમાં રોપાયેલા ૫૫.૩૮ લાખ પૈકી ૨૨.૧૫ લાખ રોપાં કરમાઈ ગયા

પાંચ વર્ષમાં રોપાયેલા રોપાં દીઠ ગણતરી કરી રીપોર્ટ જાહેર કરવા માંગ કરાઈ

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News

   રેન્ડમ સર્વે સામે વિપક્ષના સવાલ , અમદાવાદમાં રોપાયેલા ૫૫.૩૮ લાખ પૈકી ૨૨.૧૫ લાખ રોપાં કરમાઈ ગયા 1 - image  

  અમદાવાદ,મંગળવાર,18 સપ્ટેમબર,2023

અમદાવાદમાં ચાર વર્ષમાં મ્યુનિ.દ્વારા રુપિયા ૨૦ કરોડથી વધુના ખર્ચથી ૫૫.૩૮ લાખ રોપા રોપવામાં આવ્યા હતા.આ પૈકી ૨૨.૧૫ લાખ રોપાં કરમાઈ ગયા હોવાના રેન્ડમ સર્વે સામે મ્યુનિ.વિપક્ષ દ્વારા તંત્ર સામે સવાલ કરાયા છે.પાંચ વર્ષમાં રોપવામાં આવેલા રોપા દીઠ ગણતરી કરી રીપોર્ટ જાહેર કરવા માંગ કરાઈ છે.

મ્યુનિ.તંત્ર દ્વારા વર્ષ-૨૦૨૨માં ૨૧ લાખ રોપા રોપવાનુ આયોજન કરાયુ હતુ.લક્ષ્યાંકની સામે ૨૦.૭૫ લાખ રોપા રોપવામાં આવ્યા હતા.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કરેલા આક્ષેપ મુજબ,થોડા સમય અગાઉ શહેરના જુદા જુદા સ્થળોએ રેન્ડમ સર્વે કરી એક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.આ રીપોર્ટમાં શહેરમાં રોપવામાં આવેલા રોપા પૈકી ૪૦ ટકા રોપાં કરમાઈ ગયા હોવાનો તથા ૬૦ ટકા રોપામાંથી વૃક્ષ તરીકે વિકસિત થયા હોવાનો દાવો કરાયો છે.એક કે બે માસના રેન્ડમ સર્વેના આધારે ૨૨.૧૫ લાખ રોપાં કરમાઈ ગયા હોવાનો કઈ રીતે ખ્યાલ આવી શકે.વાસ્તવમાં તો મ્યુનિ.તંત્રે પાંચ વર્ષમાં રોપવામાં આવેલા પ્રત્યેક રોપાં દીઠ ગણતરી કરીને શહેરના હીતમાં રીપોર્ટ જાહેર કરવો જોઈએ.રીપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ, પાંચ વર્ષના સમયમાં ૨૨૭  ચોરસમીટરથી લઈ ૨,૭૯,૭૬૧ ચોરસમીટર ક્ષેત્રફળ સુધીના ૧૦૪ પ્લોટમાં  ગીચ પ્લાન્ટેશન કરાયુ છે.વર્ષ-૨૦૨૫ સુધીના સમયમાં શહેરનો ગ્રીન કવર એરિયા ૧૨થી વધારીને ૧૫ ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.


Google NewsGoogle News