મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષની માંગણી , અમદાવાદમાં બે દાયકામાં બનેલા તમામ બ્રિજના ટેસ્ટ કરાવવામાં આવે

૫૫ બ્રિજનું વિઝયુઅલ ઈન્સપેકશન રીપોર્ટ શંકાસ્પદ હોવાની રજુઆત કરાઈ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News

       મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષની માંગણી , અમદાવાદમાં બે દાયકામાં બનેલા તમામ બ્રિજના ટેસ્ટ કરાવવામાં આવે 1 - image

 અમદાવાદ,શુક્રવાર,29 સપ્ટેમબર,2023

અમદાવાદ મ્યુનિ.ની મળેલી બોર્ડ બેઠકમાં શહેરમાં બે દાયકામાં બનેલા તમામ બ્રિજના ટેસ્ટ કરાવવા વિપક્ષ તરફથી માંગણી કરવામાં આવી હતી.શહેરના ૫૫ બ્રિજનું વિઝયુઅલ ઈન્સપેકશન કરી જાહેર કરવામા આવેલ ઈન્સપેકશન રીપોર્ટ શંકાસ્પદ હોવાની પણ બેઠકમાં રજુઆત કરવામા આવી હતી.

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા રીવરબ્રિજ તથા અંડરપાસ અને ફલાય ઓવર એમ કુલ મળી ૫૫  બ્રિજના વિઝયુઅલ ઈન્સપેકશનના જાહેર કરાયેલા રીપોર્ટને લઈ વિપક્ષનેતાએ તંત્રની નિયતને લઈ સવાલ કર્યા હતા.૮૨ બ્રિજ પૈકી ૨૭ બ્રિજનું ઈન્સપેકશન કરવાનુ બાકી છે.બ્રિજ ઈન્સપેકશન ચોમાસા પહેલા પુરુ કરવાનુ હતુ.૫૫ બ્રિજના ઈન્સપેકશન રીપોર્ટમાં ગુડ, ફેર અને પુઅર એમ ત્રણ કેટેગરીમાં બ્રિજની સ્થિતિ વર્ણવામા આવી છે.૨૦૧૩માં બનાવવામા આવેલ ગુજરાત કોલેજ ફલાય ઓવરબ્રિજને ફેર કેટેગરીમા મુકવામા આવ્યો હોવાથી તેને સમારકામની જરુર હોવાનુ કહી શકાય.પરિમલ અંડરપાસ ૧૨ વર્ષમાં ખખડી ગયો છે.અંડરપાસની રીટેઈનીંગ વોલમાં તિરાડો પડી ગઈ છે.અમદાવાદમાં બે દાયકામા બનાવવામા આવેલા તમામ બ્રિજના રીબાઉન્ડ હેમર ટેસ્ટ,અલ્ટ્રા સોનિક પલ્સ વેલોસીટી તથા કોંક્રીટ કોર ટેસ્ટની સાથે જુના બ્રિજ પૈકી સિલેકટ કરીને તેના એનડીટી ટેસ્ટ કરાવવા બેઠકમાં માંગણી કરી હતી.


Google NewsGoogle News