સ્કેન કરી ઓનલાઈન ટિકીટ મેળવી શકાશે , અમદાવાદમાં આવતીકાલથી રંગબેરંગી ફલાવરશોનો આરંભ
વડનગરના તોરણ,મોઢેરા સુર્યમંદિર ઉપરાંત નવા સંસદભવનની પ્રતિકૃતિ આકર્ષણ બનશે
અમદાવાદ,ગુરુવાર,28 ડિસેમ્બર,2023
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ૧૧મા રંગબેરંગી ફલાવરશોનો
આવતીકાલે ૩૦ ડિસેમ્બરે રાજયના મુખ્યમંત્રી દ્વારા આરંભ કરાવાશે.આ વર્ષે ફલાવરશોના
મુલાકાતીઓ માટે વડનગરના તોરણ ઉપરાંત મોઢેરા સુર્યમંદિર તથા નવા સંસદભવન સહિતની
પ્રતિકૃતિ આકર્ષણ બની રહેશે.૧૨ વર્ષથી વધુની વયના લોકો માટે સોમથી શુક્રવાર સુધી
રુપિયા પચાસ તથા શનિ અને રવિવારે પંચોતેર રુપિયા ટિકીટના દર રાખવામાં આવ્યા
છે.સ્કેન કરી ઓનલાઈન પણ ટિકીટ મેળવી શકાશે.
રાજયમાં જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે.આ
સમિટમાં દેશ અને વિદેશથી મોટી સંખ્યામાં ડેલીગેટસ આવવાના છે.આ બાબતને ધ્યાનમાં લઈ
૩૦ ડિસેમ્બરથી જ મ્યુનિ.તંત્ર તરફથી ફલાવરશો શરુ કરવામાં આવશે.મેયર પ્રતિભાબહેન
જૈન અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનના કહેવા
મુજબ, ૧૫
જાન્યુઆરી-૨૦૨૪ સુધી સાબરમતી રિવરફ્રન્ટ,ઈવેન્ટ
ગાર્ડન અને ફલાવર ગાર્ડન ખાતે ફલાવરશો આયોજીત કરાશે.સવારના ૯થી રાત્રિના ૧૦ કલાક
સુધી લોકો ફલાવરશોની મુલાકાત લઈ શકશે.ફલાવરશોમાં ૨૧ ગાર્ડનને લગતા સ્ટોલ ઉપરાંત ૧૫
ફુડ કોર્ટ તથા ૮ નર્સરી કોર્ટ ઉભી કરવામાં આવી છે.ટિકીટનાં ધસારાને ધ્યાનમાં
રાખીને શહેરના તમામ સીટી સીવીક સેન્ટર ઉપરથી ટિકીટ વેચાણની સુવિધા ઉપલબ્ધ
કરાવવામાં આવી છે.
ચંદ્રાયાન-૩,બાળકો
માટેના કાર્ટુન કેરેકટર્સ સહિત ફલાવરશોના
અન્ય આકર્ષણ કયા?
-વાઈબ્રન્ટ
ગુજરાતની પ્રતિકૃતિ,સરદાર
વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ
-ચંદ્રાયાન-૩,બાળકો માટેના
કાર્ટુન કેરેકટર્સ,પતંગીયાની
પ્રતિકૃતિ
-સાત
ધોડાની પ્રતિકૃતિ,મહિલા
સશકિતકરણ થીમ ઉપરના આકર્ષણ
-ઓલ્મિપિક
જેવી વિવિધ રમતોના થીમ ઉપરની પ્રતિકૃતિ
-તમામ
પ્રતિકૃતિમાં ફલાવરબેડ સાથેના જુદા જુદા લેન્ડસ્કેપ
-પીટુનીયા,ડાયન્થસ જેવી
ફુલોની જાતોના સાત લાખથી વધુ રોપા દ્વારા ૪૦૦ મીટર લાંબુ ફલાવર સ્ટ્રકચર
-લીલીયમ,એમરન્સ લીલી
વગેરે પ્રકારના ૧૫ લાખથી વધુ ફુલ-છોડના રોપા પ્રદર્શિત કરાશે
-આ વર્ષે
સવિશેષ ૩૦થી વધુ એકઝોટીક(વિદેશી જાતો) પણ મુલાકાતીઓ નિહાળી શકશે.