Get The App

શહેરીજનો દ્વારા ઓનલાઈન કરાતી પાણી,ડ્રેનેજ, કેચપીટ અંગેની ફરિયાદ ૨૪ કલાકમાં ઉકેલાશે

સ્વચ્છતા એપના ૨૦૦ ગુણ મેળવવા આ પ્રકારની ફરિયાદોનો સમયસર નિકાલ કરાશે

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News

     શહેરીજનો દ્વારા ઓનલાઈન કરાતી  પાણી,ડ્રેનેજ, કેચપીટ અંગેની ફરિયાદ ૨૪ કલાકમાં ઉકેલાશે 1 - image

  અમદાવાદ,મંગળવાર,28 જાન્યુ,2025

અમદાવાદના લોકો દ્વારા રોડ,ગટર અને પાણી સહીતની પ્રાથમિક સુવિધા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ હેઠળ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવે છે. શહેરીજનો દ્વારા કરવામા આવતી પાણી,ડ્રેનેજ અને કેચપીટને લગતી ફરિયાદ ૨૪ કલાકમાં ઉકેલવા તમામ એડીશનલ સિટી ઈજનેરોને સુચના આપવામાં આવી છે.સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત આ પ્રકારની ફરિયાદોનો તંત્ર તરફથી સમયસર નિકાલ થાય એ માટે સ્વચ્છતા એપ ઉપર આ પ્રકારની ફરિયાદ જે તે ઝોન કે વોર્ડકક્ષાના સંબંધિત અધિકારી-કર્મચારીને મોકલાશે.

સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪ અંતર્ગત સ્વચ્છતા એપના ૨૦૦ ગુણ રાખવામા આવ્યા છે.અમદાવાદને સ્વચ્છતા એપના વધુ ગુણ સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન મળી રહે એ માટે સાત ઝોનના એડીશનલ સિટી ઈજનેર ઉપરાંત સંબંધિત વિભાગના સ્ટાફને સ્વચ્છતા એપ તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે.સી.સી.આર.એસ.ના માધ્યમથી શહેરીજનો રોજબરોજ  સફાઈ,સેનિટેશન ઉપરાંત પાણી,પબ્લિક ટોઈલેટ,ડ્રેનેજ ઓવરફલો,વોટલોગીંગ સહીતની અન્ય પ્રકારની ફરિયાદ નોંધાવતા હોય છે. નોંધાવવામા આવતી  આ પ્રકારની ફરિયાદો નિયત સમયમાં સંબંધિત વિભાગ તરફથી ઉકેલાતી નહીં હોવાથી ઓનલાઈન ફરિયાદની સ્થિતિ કલોઝને બદલે ઓપન જોવા મળે છે. આ પરિસ્થિતને નિવારવા તમામ ૪૮ વોર્ડના સ્ટાફને પણ ૨૪ કલાકમાં આ પ્રકારની ફરિયાદોનો નિકાલ લાવવા સુચના આપવામાં આવી છે.


Google NewsGoogle News