દ્વારકાના જગત મંદિરે 52 ગજની ધજા થઈ ખંડિત, ઈતિહાસમાં પહેલીવાર સતત બીજા દિવસે ધજા નહી ચડે
હજુ ગઈકાલે જ રૂક્ષમણી માતાજી મંદિરની ધજા ખંડિત થઈ હતી
બિપરજોય વાવાઝોડાના કારણે દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશા ન બદલતા તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને વાવાઝોડું જખૌના દરિયાકાંઠે ત્રાટકી શકે તેવી શક્યતા છે ત્યારે દ્વારકાધીશ જગત મંદિર પરની ધજા ખંડિત થઈ છે. હજુ ગઈકાલે જ રૂક્ષમણી માતાજી મંદિરની ધજા ખંડિત થઈ હતી.
દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોયનો ખતરો ગુજરાત પર યથાવત છે અને તેને દિશા ન બદલતા ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે તેમજ જેમ જેમ વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ દરિયાકાંઠે પવનની ગતિ વધી રહી છે. બિપરજોય વાવાઝોડાના કારણે દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે અને દરિયાના મોજા હાલ 15 ફૂટ કરતા પણ વધારે ઊંચા ઉછળી રહ્યા છે. આજે દ્વારકામાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાય રહ્યો છે તેવામાં દ્વારકાધીશ જગત મંદિરની 52 ગજની ધજા ખંડિત થઈ ગઈ છે.
ગઈકાલે રુક્ષમણી માતાજીના મંદિરની ધજા ખંડિત થઈ હતી
દ્વારકાધીશ મંદિરે દિલસમાં 5 વાર 52 ગજની ધજા ચડે છે જો કે વાવાઝોડાની અસરના પગલે સતત બીજા દિવસે ધજા ચડાવવામાં આવશે નહીં જે ઈતિહાસમાં પ્રથમવાર બનશે. દ્વારકામાં હાલ ભારે પવન ફૂંકાય રહ્યો છે અને ગઈકાલે રુક્ષમણી માતાજીના મંદિરની ધજા ખંડિત ગયા બાદ ગઈકાલે દ્વારકાધીશ મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી ન હતી. પૌરાણિક માન્યતા મુજબ દ્વારકા મંદિરની ધજા ખંડિત થાય તે કોઈ મોટી ઘટનાનું સૂચન હોઈ શકે છે.