રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મોત, ધોરાજીમાં સમારકામ કરતો યુવક અચાનક ઢળી પડ્યો

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મોત, ધોરાજીમાં સમારકામ કરતો યુવક અચાનક ઢળી પડ્યો 1 - image


Another death due to heart attack in Gujarat : રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેક (death due to heart attack)થી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે હવે રાજકોટના ધોરાજીમાં વધુ એક યુવક (youth died) નું હાર્ટ એટેકથી મોત થયું છે.

ધોરાજીમાં સમારકામ કરતો યુવક અચાનક ઢળી પડ્યો

રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ બે દિવસ પહેલા જ બાબરા, રાજુલા અને જામનગરમાં હાર્ટ એટેકથી ચાર લોકોના મોત થયા હતા. આ પહેલા રાજકોટમાં કુલ પાંચ વ્યક્તિઓના હાર્ટએટેકથી મોત નિપજ્યાં હતા ત્યારે હવે વધુ એક હાર્ટએટેકથી યુવકનું મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ધોરાજીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાના વતની આશુકુમાર દિનેશભાઈ સોનકારનું અચાનક હાર્ટ એટેક આવતા મોત થયું હતું. આશુકુમાર સોનકારની ઉમર 28 વર્ષ હોવાનુ જાણવા મળ્યુ હતું. આ યુવક ભાદર ડેમના પાટીયાનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ કામ કરતા કરતા ઢળી પડ્યો (suddenly collapsed) હતો જેના બાદમાં તેને ધોરાજીની સરકારી હોસ્પિટમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો.

ગઈકાલે અમદાવાદના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું

ગઈકાલે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય રવિ પંચાલનું અચાનક હાર્ટ એટેકથી મોત થયું હતું. રવિ ગઈકાલે ગરબા રમતા-રમતા (while playing garba) અચાનક ઢળી પડ્યો હતો જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ સિવાય સુરતના હજીરામાં પણ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું.


Google NewsGoogle News