ગે એપ્લીકેશનથી યુવકોને ટારગેટ કરતી ગેંગ વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો
વેબસિરીઝ જોઇ લૂંટનો પ્લાન બનાવ્યો હતો
બાગબાન ચાર રસ્તા પાસેથી કારમાં અપહરણ કરીને બદનામ કરવાની ધમકી આપીને ઓનલાઇન લૂંટ કરતા હતા
અમદાવાદ,ગુરૂવારગે એપ્લીકેશનમાં લોગઇન કરીને સજાતિય સંબધોમાં રસ ધરાવતા યુવકોને સિંધુ ભવન રોડ પર મળવા બોલાવીને તેનું અપહરણ કરીને બદનામ કરવાની ધમકી આપીને ઓનલાઇન નાણાં લૂંટ કરતી ટોળકી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અનેક યુવકોને ટારગેટ કર્યા હતા. જેથી બેંક સ્ટેટમેન્ટને આધારે બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. થલતેજમાં રહેતા એક યુવકનો ગે એપ્લીકેશનથી સપંર્ક કરીને તેને બાગબાન ચાર રસ્તા પાસે બોલાવીને તેનું અપહરણ કરીને શીલજ પાસે લઇ જઇ માર મારીને બદનામ કરવાની ધમકી આપીને ૪૦ હજાર રૂપિયા ગુગલ પે થી ઓનલાઇન લૂંટીને તેને ધમકી આપીને છોડી દીધો હતો. બોડકદેવ પોલીસે આ કેસમાં સ્વપ્નનીલ દેસાઇ, આર્યન દેસાઇ અને આયુષ રબારીને ઝડપી લીધા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા
મળ્યું હતું કે એક વેબસિરીઝમાં ગે લાકોને બોલાવીને તેેમને ટારગેટ થતા હોવાની સ્ટોરી
જોઇ હતી. જેથી તેમણે પણ આ મોડ્સ ઓપરેન્ડીથી અનેક લોકોને ટારગેટ કર્યા હતા. આ દરમિયાન
પોલીસ સ્ટેશન પર અન્ય એક યુવક આવ્યો હતો. જે ગે એપ્લેીકેશનથી આરોપીઓના સંપર્કમાં આવ્યો
હતો. જેથી તેને મળવા માટે બોલાવીને અપહરણ કર્યા બાદ ૧૬ હજારની લૂંટ કરી હતી. આ અંગ
પોલીસે આરોપીઓ વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.