Get The App

અમદાવાદમાં એસ.જી. હાઈવે પર ગોઝારો અકસ્માત, ડમ્પર-ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં એસ.જી. હાઈવે પર ગોઝારો અકસ્માત, ડમ્પર-ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત 1 - image


Accident in Ahmedabad: અમદાવાદના એસ.જી. હાઇવે પર ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસ.જી. હાઈવે પર વાયએમસીએ ચોકડી નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં ડમ્પર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને શંકા છે કે ડમ્પરની બ્રેક ફેલ થઈ ગઈ હશે, જેના કારણે ડમ્પર ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું  નથી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના લીધે થોડા સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો: હાઈવે પર ટાયર બદલતાં 3 લોકોને ટ્રકે કચડી નાખતાં કાળ ભરખી ગયો, યુપીમાં ગમખ્વાર અકસ્માત


અમદાવાદમાં સૌથી વધુ અકસ્માત સર્જાય છે

અમદાવાદમાં વાહન અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024 અમદાવાદમાંથી જ 20,159 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા પહોંચી હતી. ગત વર્ષની સરખામણીએ વાહન અકસ્માતથી ઈજાના પ્રમાણમાં 5 ટકાથી વધુનો વધારો થયો છે.

ઈમરજન્સી સેવા  108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 સુધી 78,415 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા પહોંચી છે. આ સ્થિતિએ રોજ સરેરાશ 75 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા બાદ ઈમરજન્સી સેવાની મદદ લીધી છે. બીજી તરફ વર્ષ 2023 આ સમયગાળામાં અમદાવાદમાં 19,122 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થતાં ઈમરજન્સીની મદદ લેવી પડી હતી.

અમદાવાદમાં એસ.જી. હાઈવે પર ગોઝારો અકસ્માત, ડમ્પર-ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત 2 - image



Google NewsGoogle News