Get The App

અંજલીથી મણિનગરના રુટ ઉપર BRTS નો ડ્રાઈવર ડ્રાઈવિંગ સમયે IPL મેચ જોતો હોવાથી સસ્પેન્ડ

ઓપરેટર એજન્સી ચાર્ટડ સ્પીડને માત્ર એક લાખની પેનલ્ટી કરી મ્યુનિ.વહીવટી તંત્રે કામગીરી પુરી કર્યાનો સંતોષ પણ માની લીધી

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
અંજલીથી મણિનગરના રુટ ઉપર BRTS નો ડ્રાઈવર ડ્રાઈવિંગ સમયે IPL મેચ જોતો હોવાથી સસ્પેન્ડ 1 - image


અમદાવાદ,ગુરુવાર,25 એપ્રિલ,2024

અમદાવાદ મ્યુનિ.સંચાલિત એ.એમ.ટી.એસ.બાદ હવે બી.આર.ટી.એસ.વિવાદમાં આવી છે.અંજલીથી મણિનગરના રુટ ઉપર દોડતી બી.આર.ટી.એસ.બસનો ડ્રાઈવર બસના સ્ટીયરીંગ ઉપર મોબાઈલ મુકી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની સલામતીને જોખમમા મુકીને આઈ.પી.એલ.ની મેચ જોતો હોવાનો વિડિયો સોશિયલ મિડિયા ઉપર વાઈરલ થયો હતો.બાદમાં એકાએક સફાળા જાગેલા મ્યુનિસિપલ તંત્રે ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યો છે.ઓપરેટર એજન્સી ચાર્ટડ સ્પીડને માત્ર એક લાખ રુપિયાની પેનલ્ટી કરી તંત્રે કામગીરી પુરી કર્યાનો સંતોષ પણ માની લીધો છે.

બે દિવસ પહેલા જ એ.એમ.ટી.એસ.બસના ડ્રાઈવરે સિગ્નલ બંધ હોવાછતાં બેફામ ગતિથી બસ હંકારતા ભૂલાભાઈ પાર્ક વિસ્તારમાં અકસ્માતમાં એક નાગરિકનુ મોત થયુ હતુ.આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યારે બી.આર.ટી.એસ.બસનો ડ્રાઈવર બસ હંકારતી વખતે બસના સ્ટીયરીંગ ઉપર મોબાઈલ મુકીને ઈન્ડિયન પ્રિમિયર લીગની મેચ નિહાળતા નિહાળતા બસ હંકારી રહયો હતો.અંજલીથી મણિનગરના રુટ ઉપર સાંજના સમયે બસ ડ્રાઈવ કરીને લઈ જઈ રહેલા બસ ડ્રાઈવરનો વિડિયો વાઈરલ થયા બાદ મ્યુનિસિપલ અધિકારીઓ એકશનમા આવ્યા હતા.ટ્રાન્સપોર્ટ મેનેજર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે કહયુ, જાન્યુઆરી-૨૦૨૪માં એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.બસના ડ્રાઈવરો માટે ટ્રેનિંગ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જાન્યુઆરી મહિનામા ડ્રાઈવરોને તાલિમ અપાઈ હોય તો એ પછી એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ના ડ્રાઈવરોના ડ્રાઈવિંગ વધુ બેફામ કયા કારણથી થયા.આ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી.બી.આર.ટી.એસ.બસમાં એ સમયે કેટલા મુસાફરો હતા.કયા કારણથી મુસાફરોની સલામતી અને જિંદગી સાથે અવારનવાર ચેડા કરાઈ રહયા છે.એ પ્રશ્નનો પણ વહીવટી તંત્રના અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી.


Google NewsGoogle News