આંબાવાડીથી વસ્ત્રાપુર જતા રોડ ઉપર પાંજરાપોળ જંકશન ખાતે ૭૩ કરોડના ખર્ચે ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવાશે

બ્રિજની લંબાઈ ૬૫૨ મીટર તથા પહોળાઈ ૧૭ મીટર રાખવામાં આવી,સર્વિસ રોડ ઉપર વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી રોડ બનાવાશે

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
આંબાવાડીથી વસ્ત્રાપુર જતા રોડ ઉપર પાંજરાપોળ જંકશન ખાતે ૭૩ કરોડના ખર્ચે ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવાશે 1 - image


અમદાવાદ,મંગળવાર,24 ઓકટોબર,2023

આંબાવાડીથી વસ્ત્રાપુર જતા રોડ ઉપર પાંજરાપોળ જંકશન ખાતે રુપિયા ૭૩ કરોડના ખર્ચે ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવા મ્યુનિ.તંત્રે કવાયત શરુ કરી છે.બ્રિજની લંબાઈ ૬૫૨ મીટર તથા પહોળાઈ ૧૭ મીટર રાખવામાં આવી છે.બે વર્ષમાં બ્રિજ બનીને તૈયાર કરાશે.બ્રિજ બન્યા બાદ ૧.૫૦ લાખની વસ્તીને લાભ મળશે.સમય,ઈંધણ અને પોલ્યુશનની સમસ્યાનો ઉકેલ આવશે. આજુબાજુના સર્વિસ રોડ ઉપર બ્રિજની કામગીરી શરુ કરતા પહેલા વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી રોડ બનાવાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંજરાપોળ જંકશન ઉપર આંબાવાડીથી વસ્ત્રાપુર  જતા રોડ ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.આ કામગીરીમાં રસ ધરાવનારા પાસેથી બિડ મંગાવવામાં આવ્યા છે.આ બ્રિજમાં જંકશન ઉપર ૪૦ મીટર લંબાઈના ઓબ્લીગેટરી સ્પાનમાં સ્ટીલ કમ્પોઝીટ ગર્ડર ટાઈપ સુપર સ્ટ્રકચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.બ્રિજમાં વ્હીકલની મુવમેન્ટ સરળતાથી થઈ શકે એ માટે દર બે સ્પાને એક ડેક કન્ટીન્યુઈટી એકસપાન્શન જોઈન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.બ્રિજની નીચે અંડર સ્પેશ ડેવલપમેન્ટમાં પેવરબ્લોક સાથેના પાર્કીંગનું આયોજન કરવામાં આવ્યુ છે.બ્રિજની કામગીરી શરુ થતા પહેલાં આજુબાજુના સર્વિસ રોડ ઉપર વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી રોડ બનાવવામાં આવશે.બ્રિજની કામગીરી પુરી થયા બાદ આંબાવાડીથી વસ્ત્રાપુર તરફ જતા  ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે.

અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં નિર્માણ પામેલા ફલાયઓવરબ્રિજ

નામ            કોન્ટ્રાકટર              ટેન્ડર રકમ(કરોડ)      મંજુર ટેન્ડર(કરોડ)     કેટલા ટકા વધુ

ઈન્કમટેકસ     રણજીત બિલ્ડકોન              ૫૯.૫૯        ૬૫.૫૧                  ૯.૯૩

અંજલી          વિજય મિસ્ત્રી પ્રા.લી             ૮૯.૯૧        ૯૨.૫૧                ૩.૯૯

રાજેન્દ્રપાર્ક      પટેલ ઈન્ફ્રા લી.                 ૫૭.૪૭           ૭૦.૬૮         ૨૩.૦૦

અજિતમિલ     રણજિત બિલ્ડકોન              ૪૧.૨૩         ૫૦.૩૦           ૨૨.૦૦

વિરાટનગર     રાજકમલ બિલ્ડર્સ             ૪૧.૧૪           ૪૫.૩૮           ૧૦.૩૦

સીમ્સ હોસ્પિટલ રાજકમલ બિલ્ડર્સ            ૪૯.૭૩           ૫૯.૦૪           ૧૮.૧૭

નરોડા જી.આઈ.ડી.સી.રાજકમલ બિલ્ડર્સ         ૭૯.૮૧          ૮૯.૨૩         ૧૧.૮૦

ખારી રિવરબ્રિજ આશીષ બ્રિજકોન              ૨૦.૮૯          ૪૬.૬૭          ૧૮.૦૯

ખોખરા બ્રિજ    રણજિત બિલ્ડકોન        ૨૫.૧૧            ૩૨.૩૯           ૨૯.૦૦

પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને રુપિયા ૬.૭૮ કરોડ ચુકવાયા

નામ    પી.એમ.સી.     રકમ ચુકવાઈ

ઈન્કમટેકસ     એચ.સી.પી.     ૬૭.૦૦

અંજલી      ટાટા કન્સલ્ટન્ટ    ૧.૨૯ 

રાજેન્દ્રપાર્ક      એસ.જી.એસ.(ઈ)   ૮૪.૧૫    

અજિતમિલ     આઈ.આર.કલાસ   ૪૦.૦૦    

વિરાટનગર     એસ.જી.એસ.(ઈ)   ૪૦.૪૬    

સીમ્સ હોસ્પિટલ એસ.જી.એસ.(ઈ)   ૪૪.૦૦    

નરોડા જી.આઈ.ડી.સી.ટાટા કન્સલ્ટન્ટ  ૮૫.૪૬ 

ખારી રિવરબ્રિજ એચ.સી.પી.    ૨૬.૯૪

ખોખરા બ્રિજ    ટી.યુ.વી.        ૩૭.૦૦

અમદાવાદમાં કેટલા બ્રિજ

બ્રિજની વિગત  સંખ્યા

નદી ઉપરનાં           ૧૦

રેલવે ઓવરબ્રિજ       ૨૪

રેલવે અંડરબ્રિજ        ૨૦

ફલાય ઓવરબ્રિજ       ૧૯

ચંદ્રભાગા રિવરબ્રિજ     ૦૨

ખારી રિવર બ્રિજ       ૦૨

ખારીકટ બોકસ કલવર્ટ ૦૭

કુલ             ૮૪

કેટલા બ્રિજ નિર્માણાધીન

બ્રિજ            રકમ(કરોડમાં) 

રેલવે અંડરબ્રિજ (૨)   ૧૩.૭૪

રેલવે ઓવરબ્રિજ(૩)    ૨૫૧.૩૧

ફલાયઓવરબ્રિજ(૫)    ૭૦૬.૩૩

ફૂટ ઓવરબ્રિજ(૧)      ૫.૧

કુલ(૧૧)              ૯૭૬.૫૯      



Google NewsGoogle News