મેઘાણીનગર-ઘૂમા રુટ ઉપર AMTS બસના ડ્રાઈવરને એટેક આવતા બસ સોસાયટીમાં ઘસી ગઈ
બસ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ, ડ્રાઈવર સોલા સિવિલમાં સારવાર હેઠળ,તંત્ર
અમદાવાદ,શનિવાર, 8 જુન,2024
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની રુટ નંબર-૫૦
મેઘાણીનગરથી ઘૂમા રુટની બસ લઈ ડ્રાઈવર શુક્રવારે રાત્રે જઈ રહયો હતો.આ સમયે બસ
વકીલબ્રિજ નીચે આવેલી સોસાયટીની અંદર ધસી ગઈ હતી.સ્થાનિકોએ બસ અટકાવી બસ ડ્રાઈવર
નશાની હાલતમાં બસ હંકારી રહયો હોવાના આક્ષેપ સાથે હોબાળો કરી એ.એમ.ટી.એસ.માં આ
અંગે ફરિયાદ કરી હતી. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નહોતી.બસમાં
મુસાફરી કરી રહેલા વીસથી વધુ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા
હતા.એ.એમ.ટી.એસ.ના ટ્રાન્સપોર્ટ મેનેજરના કહેવા મુજબ, બસ ડ્રાઈવરને
એટેક આવ્યો હતો.હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, શુક્રવારે
રાત્રિના દસ કલાકની આસપાસ મેઘાણીનગરથી ઘૂમા રુટ ઉપરની બસ લઈ જઈ રહેલા બસના
ડ્રાઈવરે સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ઘૂમાવતા બસ
વકીલબ્રિજ નીચે આવેલી સાંકડી ગલીમા આવેલી એક સોસાયટીમાં ધસી ગઈ હતી.આ
ઘટનાના પગલે હોબાળો મચી ગયો હતો.ત્યાં રમતા છોકરાઓએ બસ જોતા જ સલામત સ્થળે ખસી
જવાની ફરજ પડી હતી.બાદમાં લોકોએ બસ
સોસાયટીમાં ઘૂસી ગઈ હોવા અંગેનો વિડિયો સોશિયલ મિડીયામા વાઈરલ કરી એ.એમ.ટી.એસ.માં
ફરિયાદ કરતા તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.ટ્રાન્સપોર્ટ મેનેજર આર એલ
પાંડેના કહેવા મુજબ, ડ્રાઈવર
બિહારીલાલ ડોડા, ઉંમર
વર્ષ-૫૬ ઘટના સ્થળે બેભાન થઈ જતા સ્થાનિકો
દ્વારા તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ માટે મોકલી આપવામા આવ્યા
હતા.વિજિલન્સ વિભાગના કર્મચારી દ્વારા ડોકટર સાથે કરવામા આવેલી વાતચીત મુજબ,ડ્રાઈવરે કોઈ નશો
કરેલ નથી.હાલ તે સોલા સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે.