દિવાળી ટાણે પગાર સમયસર ન મળતાં ડ્રાઇવર અને કર્મચારીઓ ભડક્યા, બસો બંધ કરી હડતાળ પર ઉતર્યા
BRTS Bus Drivers Strike : દિવાળીના તહેવાર ટાણે પગાર સમયસર ન મળતાં અમદાવાદમાં BRTS બસના ખાનગી કોન્ટ્રાક્ટરના ડ્રાઇવર અને કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરીને હડતાળ પર ઉતર્યા છે. 150 જેટલા બસના કર્મચારીઓએ હડતાળ પર ઉતરીને પગાર કરવામાં આવે તેવી માગ કરી.
BRTS બસના ડ્રાઇવર-કર્મચારી હડતાળ પર
અમદાવાદમાં BRTS ઈલેક્ટ્રિક બસના ડ્રાઇવર સહિત કર્મચારીઓ દિવાળીના તહેવારમાં સમયસર પગાર ન મળતાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હડતાળ પર ઉતરેલા 150 જેટલા કર્મચારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી પગાર નહીં આવે ત્યાં સુધી બસ ચલાવાશે નહીં.
પગાર વગર તહેવાર કેમ મનાવવો
બસ ડ્રાઇવર-કર્મચારીઓએ જણાવ્યું હતું કે, દિવાળીના પર્વમાં તહેવાર મનાવવાનો બધાને અધિકારી છે, તેવામાં કોઈનો પગાર હજુ સુધી કરવામાં આવ્યો નથી. આવા સમયે પગાર વગર કેમ ચલાવવું. કોન્ટ્રાક્ટરે 28-30 ઑક્ટોબર દરમિયાન પગાર થશે તેવું જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી પગાર કરાયો નથી. આમ પગાર વગર તહેવાર કઈ રીતે મનાવવો, લોકો વ્યાજે પૈસા લઈને તહેવાર કરવા મજબૂર બન્યા છે. એટલે જ્યાં સુધી અમારા ખાતામાં પગાર જમા નહીં થાય ત્યાં સુધી બસ શરુ થશે નહીં.
આ પણ વાંચો : જન્મજયંતિ વિશેષ: સરદાર વલ્લભભાઇ પટેલના આ અનમોલ વિચાર તમારા જીવનમાં ભરી દેશે નવો જોશ