આજવા રોડ પર પોલીસ કેસની અદાવત રાખી મહિલા પર તલવારથી હુમલો
આજવા રોડ એકતાનગરમાં રહેતા શબનમબેન સદ્દામભાઈ પઠાણ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત15 મી તારીખે સાંજે 5:00 વાગે હું મારા ઘર પાસે મારા સંબંધી યાસ્મીન બેન સાથે પલંગ પર બેઠી હતી તે સમય અમારા મહોલ્લામાં રહેતો મોઈન તથા તેના પિતા અબ્બાસ ભાઈ સૈયદ મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તારો ભાઈ કલ્લુ ક્યાં છે તેને મારા પર કેસ કર્યો છે જેથી મેં તેઓને જણાવ્યું હતું કે મને ખબર નથી તે ક્યાં છે પિતા પુત્ર ઉશ્કેરાઈને મને ગાળો બોલવા લાગ્યા હતા અને મોઈને તલવાર વડે મારા પર હુમલો કરી માથાની જમણે બાજુ ઇજા પહોંચાડી હતી તથા અબ્બાસ ભાઈએ મને ડંડા વડે માર માર્યો હતો યાસ્મીનબેન મને બચાવવા જતાં મોઇન નો મિત્ર જાવેદ આવી ગયો હતો જાવેદ યાસ્મીનને માથાની જમણી બાજુ લોખંડના પાઇપ નો ફટકો મારી દેતા તે લોહી લુહાણ થઈ ગયા હતા આજુબાજુના લોકોએ ભેગા થઈ અમને બચાવ્યા હતા ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા અને જતા જતા અમને જાનથી મારી નાખવાની ધમકી આપી ગયા હતા.