જૂની પેન્શન યોજના: જાહેરાતના બે મહિના બાદ આખરે સરકારે બહાર પાડ્યો ઠરાવ
Old Pension Scheme : જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મચારીઓ આંદોલન બાદ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની જાહેરાત તો કરી હતી, પરંતુ બે મહિના વિત્યા છતાં સત્તાવાર જાહેરાત ન કરાતા સરકારી કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, આજે શુક્રવારે (8 નવેમ્બર) રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે.
જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ
રાજ્ય સરકારના નાણા વિભાગે જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. જૂની પેન્શન યોજનાના ઠરાવમાં 1 એપ્રિલ, 2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓને તેનો લાભ મળશે.
આ પણ વાંચો : વડતાલમાં બની રહ્યું છે અક્ષરભુવન, જુઓ સ્વામિનારાયણ ભગવાનના અકલ્પિય મ્યુઝિયમની ઝાંખી
રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના અધિકારી અને કર્મચારી તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક તા. 01/04/2005 પછીની હોય તેવા 60 હજારથી વધુ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે.
જૂની પેન્શન યોજના શું છે?
જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકાર હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી. આમાં કર્મચારી જેટલી બેજિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે.
આ પણ વાંચો : અમદાવાદના ગાંધી આશ્રમનો રોડ આવતીકાલથી થશે બંધ, જાણીલો કયા રૂટથી કરી શકાશે અવરજવર
જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શનમાં વધારો થશે.