ઓલા ટેક્સી ડ્રાઇવરોની હડતાળનો સુખદ અંત, કંપનીએ ટેક્સી ડ્રાઇવરોના ભાડામાં કર્યો વધાર્યો

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
ઓલા ટેક્સી ડ્રાઇવરોની હડતાળનો સુખદ અંત, કંપનીએ ટેક્સી ડ્રાઇવરોના ભાડામાં કર્યો વધાર્યો 1 - image


Ola-Uber  Taxi Drive Strike : એગ્રિગેટર તરીકે કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ ઓલા-ઉબર ઓનલાઇન એપના માધ્યમથી ટેક્સી ચલાવતા ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે સોમવારે મોડી રાત્રે ઓલા કંપની દ્વારા ડ્રાઇવરોની માંગને સ્વિકારી લેવામાં આવતા હડતાળ પાછી ખેંચી લીધી છે. જ્યારે ઉબેર કંપની ટ્રેક્સી ડ્રાઇવરોને કંપની દ્વારા 30 ટકાના વધારાની ઓફર સ્વિકાર્ય ન હોવાથી હજુ પણ ઉબેરના ડ્રાઇવરોને ટેક્સી ન ચલાવવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. 

ઓલા કંપની દ્વારા હવેથી ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ 15 રૂપિયાના બદલે 17 રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે એટલે કે પ્રતિ કિલોમીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે રેપિડોએ 20 રૂપિયા પ્રતિ કિલોમીટરની શરત મંજૂર કરતાં શાંતિપૂર્ણ રીતે હડતાળનો સુખદ અંત આવ્યો છે. 

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, 10 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાટણમાં

બીજી તરફ ઉબેર કંપની દ્વારા કેટલીક ટેક્સીઓને  10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ ચૂકવવામાં આવતા હતા તેની સામે હવે 30 ટકા વધારાની ઓફર કરી છે. પરંતુ ઉબેરના ટેક્સીચાલકોએ આ ઓફરને સ્વિકારની ના પાડી દેતાં હજુ 1-2 દિવસ હડતાળ લંબાઇ શકે છે. 

એગ્રિગેટર તરીકે કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ અને વાહનો માલિકોએ સફેદ નંબરનો ઉપયોગ કરી શકશે નહી

એગ્રિગેટર તરીકે કામ કરતી પ્રાઇવેટ કંપનીઓ જેમ કે ઓલા, ઉબર, રેપિડો, જૂગનુ વગેરે ઓનલાઇન એપના માધ્યમથી સવારી બુક કરવાની કામગીરી કરે છે. તેમની ટ્રાન્સપોર્ટ સર્વિસમાં વપરાતા વાહનોમાં સફેદ નંબર પ્લેટનો ઉપયોગ કરાતો હોય છે, પરંતુ હવે આ રંગની નંબર પ્લેટ પ્રતિબંધિત કરાઈ છે. 

આ પણ વાંચો : પાંજરાપોળ ફલાયઓવર બ્રિજના વિવાદમાં હાઇકોર્ટમાં PIL, અમદાવાદ સિમેન્ટ-કોંક્રિટનું જંગલ બની જાય એ દિવસો દૂર નથી

હવેથી એગ્રિગેટર તરીકે કામ કરતી કંપની અને વાહનો માલિકોએ સફેદ નંબર પ્લેટના બદલે યલો નંબર પ્લેટ (કોમર્શિયલ) નો ઉપયોગ કરવાનો રહેશે. જો હવેથી એગ્રિગેટર કંપની આ રીતે સફેદ નંબર પ્લેટનો ઉપયોગ કરશે તો એગ્રિગેટર કંપની તેમજ વાહન સામે પરમિટ ભંગ કરવા બદલ કાર્યવાહી કરાશે. આ માટે રૂ. 10,000 સુધીનો દંડ ફટકારાઈ શકે છે. આ માટે ખાસ ચેકિંગ ડ્રાઇવ અઠવાડિયામાં બે વખત યોજવામાં આવશે. 


Google NewsGoogle News