Get The App

અમદાવાદના વર્લ્ડ પાર્કમાં દુશ્મન દેશનું આખું સિટી ઉભું કરાશે, જાણો ખાસિયતો અને એન્ટ્રી ફી

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
અમદાવાદના વર્લ્ડ પાર્કમાં દુશ્મન દેશનું આખું સિટી ઉભું કરાશે, જાણો ખાસિયતો અને એન્ટ્રી ફી 1 - image


Oganaj World Park : ચીન છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના કટ્ટર શત્રુ રાષ્ટ્ર તરીકે બહાર આવ્યું છે. આ બાબત સારી રીતે જાણતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા ડેવલપ કરવામાં આવનારા 30 એકર જમીનમાં પથરાયેલા વર્લ્ડ પાર્ક ઓગણજ લેકમાં ચીનના FORBIDDEN CITY નું દેશ અને દુનિયાના અન્ય સ્ટ્રકચરની સાથે 12 ફૂટ લાંબુ સ્ટ્રકચર મુકવામાં આવશે. રૂપિયા 20 કરોડના ખર્ચે ઓગણજ લેક ડેવલપ કરવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ બીડરો પાસેથી મંગાવાઈ છે.

આ તળાવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત પાર્લામેન્ટ હાઉસ તથા તાજમહલ સહિતના સ્ટ્રકચર મુકવામાં આવશે. સૌથી ઉંચી ઓફર કરનારા બીડરને વીસ વર્ષના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથે ઓગણજ લેકનો કોન્ટ્રાકટ અપાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી ઓગણજ ખાતે આવેલા તળાવને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે ડેવલપ કરવામાં રસ ધરાવનારાઓ પાસેથી ઓફર મંગાવવામાં આવી છે. 11 ઓકટોબર-2024ના દિવસે ટેન્ડર બીડ ખોલવામાં આવશે.

નોંધપાત્ર બાબત એ છે કે, જેને પણ તળાવ ડેવલપ કરવાની કામગીરી અપાશે તેણે એક વર્ષની અંદર તળાવમાં સિવિલ વર્ક સહિતની કામગીરી પુરી કરવાની રહેશે. ત્યારબાદ વીસ વર્ષના સમય માટે આ તળાવ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સથી આપવામાં આવશે. અર્નેસ્ટ મની ડીપોઝીટ રૂપિયા 60 લાખ રાખવામાં આવી છે. ગાર્ડન વિભાગ તરફથી ઓગણજ તળાવને ડેવલપ કરવા વેસ્ટ ટુ આર્ટ વર્લ્ડ પાર્ક તરીકે વિકસિત કરવા માટે ઓફર કરાઈ છે.

આ લેક ડેવલપ કરવામાં આવ્યા બાદ એન્ટ્રી ફી પેટે પ્રતિ વ્યક્તિ સો રૂપિયા વસૂલવામાં આવશે. બે વર્ષ બાદ એન્ટ્રી ફીની રકમમા વઘુ દસ રૂપિયાનો વધારો કરાશે. લેક ડેવલપની કામગીરીમાં સ્ટ્રકટર,સ્કલ્પચર , હોર્ટીકલ્ચર,લાઈટીંગ અને લેન્ડસ્કેપ ઉપરાંત ઓપનએર થિયેટરની સુવિધા હશે.

અમદાવાદના વર્લ્ડ પાર્કમાં દુશ્મન દેશનું આખું સિટી ઉભું કરાશે, જાણો ખાસિયતો અને એન્ટ્રી ફી 2 - image


Google NewsGoogle News