Get The App

નદીપાર આવેલા વિવિધ વોર્ડના રોડ રીસરફેસ કરવા બે કોન્ટ્રાકટરોને ૫૦ કરોડનો કોન્ટ્રાકટ વહેંચી આપવા દરખાસ્ત

અંદાજ કરતા ૨૬.૫૦ ટકા વધુ ભાવથી એલ.જી.ચૌધરી,એપેક્ષ પ્રોટેકને કામ અપાશે

Updated: Dec 26th, 2023

GS TEAM


Google News
Google News

     નદીપાર આવેલા વિવિધ વોર્ડના રોડ રીસરફેસ કરવા બે કોન્ટ્રાકટરોને ૫૦ કરોડનો કોન્ટ્રાકટ વહેંચી આપવા દરખાસ્ત 1 - image

  અમદાવાદ,સોમવાર,25 ડિસેમ્બર,2023

અમદાવાદના નદીપાર આવેલા વિવિધ વોર્ડના રોડ રીગ્રેડ-રીસરફેસ કરવા   રુપિયા ૨૪.૪૨ કરોડનો એન્યુઅલ રેટ કોન્ટ્રાકટ આપવા રોડ કમિટિ સમક્ષ દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી છે.અંદાજ કરતા ૨૬.૫૦ ટકા વધુ ભાવથી કોન્ટ્રાકટર એલ.જી.ચૌધરીને તથા એપેક્ષ પ્રોટેકને રુપિયા ૨૫.૩૯ કરોડનો કોન્ટ્રાકટસિંગલ ટેન્ડરથી આપવા બુધવારે મળનારી કમિટિમાં નિર્ણય લેવાશે.

રોડ કમિટિ સમક્ષ મંજુરી માટે મુકવામાં આવેલી દરખાસ્તમાં ઈજનેર પશ્ચિમઝોન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે,ત્રીજી વખત ટેન્ડર મંગાવવામાં આવ્યા બાદ બે વખત ભાવ નેગોશીએશન કરવામાં આવ્યુ છે.ત્રીજી વખત મંગાવવામાં આવેલા ટેન્ડર બાદ ટેકનીકલી અને ફાયનાન્સિયલ રીતે એક માત્ર કોન્ટ્રાકટર એલ.જી.ચૌધરી કવાલીફાય થતા આ કોન્ટ્રાકટરના રુપિયા ૨૪,૪૨,૩૬,૫૮૮ના જી.એસ.ટી.સિવાયના  એન્યુઅલ રેટ ટેન્ડરને મંજુરી આપવા રોડ કમિટિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.રોડ કમિટિ સમક્ષ મંજુરી માટે મુકવામાં આવેલી દરખાસ્ત મુજબ,પશ્ચિમઝોનના ડેપ્યુટી સીટી ઈજનેર-બેના તાબા હેઠળ આવતા વિવિધ વોર્ડના રોડ રીગ્રેડ-રીસરફેસ કરવા રુપિયા ૨૫,૩૯,૧૩,૪૫૮ની રકમથી કોન્ટ્રાકટર એપેક્ષ પ્રોટેક એલ.એલ.પી.ને  સિંગલ ટેન્ડરથી એન્યુઅલ રેટ કોન્ટ્રાકટ બેઝથી કામ આપવા કમિટિની મંજુરી માંગવામાં આવી છે.આ બંને કોન્ટ્રાકટરોને  ટેન્ડર શરત મુજબ, બીટુમીનનો બેઝીક ભાવ અને બજારભાવ વચ્ચેનો તફાવત,જી.એસ.ટી.જે તે વોર્ડના જે તે રોડના મંજુર થયેલા રોડના કામના  મંજુર થયેલા અંદાજની મર્યાદામાં ચુકવવામાં આવશે.

Tags :