સોલા સિવિલ હોસ્પિટલનો મેડીકલ સ્ટુડન્ટ SVP હોસ્પિટલમાં ડ્રગ્સ લેતા ઝડપાતા મામલાને દબાવવા પ્રયાસ

એસ.વી.પી.હોસ્પિટલના CEO ના કહેવા મુજબ,રવિવારે ઘટના ધ્યાનમાં આવી,NHL ડીન કહે છે,આવી કોઈ ઘટના બની જ નથી

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
સોલા સિવિલ હોસ્પિટલનો મેડીકલ સ્ટુડન્ટ SVP હોસ્પિટલમાં  ડ્રગ્સ લેતા ઝડપાતા મામલાને  દબાવવા પ્રયાસ 1 - image


અમદાવાદ,મંગળવાર,18 જુન,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમાં સોલા સિવિલ હોસ્પિટલનો મેડીકલ સ્ટુડન્ટસ  ડ્રગ્સ લેતા ઝડપાતા આ મામલાને દબાવવા હોસ્પિટલ સત્તાવાળાઓએ પ્રયાસ શરુ કર્યા છે.એસ.વી.પી.હોસ્પિટલના ચીફ એકઝિકયુટીવ ઓફિસરના કહેવા મુજબ,રવિવારે સિકયુરીટીની પુછપરછમાં આ ઘટના ધ્યાનમાં આવી હતી.પરંતુ આ સ્ટુન્ટસ કફ સિરપ જેવુ મેડીકલ ડ્રગ્સ લેતો હોવાનું ધ્યાનમા આવતા સોલા સિવિલ હોસ્પિટલના ડીનને આ અંગે જાણ કરવામા આવી હતી.જી.એમ.ઇ.આર.એસ.ના ડીને કહયુ, એસ.વી.પી.હોસ્પિટલ તરફથી આ ઘટના અંગે અમને લેખિત કે મૌખિક કોઈ પ્રકારની જાણ કરવામાં આવી નથી.મ્યુનિ.સંચાલિત એન.એચ.એલ.મેડીકલ કોલેજના ડીનના કહેવા મુજબ,મેડીકલ સ્ટુડન્ટસ ડ્રગ્સ લેતા ઝડપાયો એવા મિડીયામાં ચાલતા અહેવાલમાં કોઈ તથ્ય નથી.આવી કોઈ ઘટના બની જ નથી.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ,ડ્રગ્સનો દાનવ હવે હોસ્પિટલ સુધી પહોંચી ગયો છે.સોલા સિવિલ હોસ્પિટલનો મેડીકલ સ્ટુડન્ટસ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમાં જઈ ડ્રગ્સ લેતો હતો.છેલ્લા ઘણા દિવસથી સોલા સિવિલનો મેડીકલ સ્ટુડન્ટસ એસ.વી.પી.હોસ્પિટલ પહોંચી ડ્રગ્સ લેતો હોવાની બાબત હોસ્પિટલના સિકયુરીટી સ્ટાફના ધ્યાનમાં આવતા એસ.વી.પી.હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ઘટના ધ્યાનમાં આવ્યા બાદત્રણ દિવસ પછી  પણ એસ.વી.પી.હોસ્પિટલ તરફથી સોલા સિવિલ હોસ્પિટલને કોઈ પણ પ્રકારે લેખિત કે મૌખિક જાણ કરવામાં આવી નથી.હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી આ સમગ્ર મામલાને દબાવી દેવા માટે પ્રયાસ કરવામાં આવી રહયા છે.જેનાભાગરુપે હોસ્પિટલ સત્તાવાળાઓએ સોલા સિવિલના મેડીકલ સ્ટુડન્ટસ પાસેથી લેખિતમાં માફીનામુ લખાવ્યુ હોવાનુ પણ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

કફસિરપ પ્રકારનો કેફી પદાર્થ લેતો હોવાનું ધ્યાનમાં આવ્યુ,સીઈઓ,એસ.વી.પી.હોસ્પિટલ

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલના ચીફ એકઝિકયુટીવ ઓફિસર સૌરભ પટેલે એક વાતચીતમાં કહયુ,રવિવારે સવારે ૧૧.૩૦ કલાકની આસપાસ હોસ્પિટલના સિકયુરીટી સ્ટાફની તપાસમાં આ બાબત આવતા હોસ્પિટલ સત્તાવાળાને જાણ કરાઈ હતી.આ મેડીકલ સ્ટુડન્ટસ મેડીકલ ઉપયોગ માટે ઉપયોગમાં લેવાતા કફ સિરપ પ્રકારનો કેફી પદાર્થ લેતો હોવાનુ ધ્યાનમાં આવતા આ અંગે સોલા સિવિલના ડીનને જાણ કરવામા આવી હતી.

એસ.વી.પી.હોસ્પિટલ તરફથી કોઈ જાણ કરાઈ નથી,ડીન,જી.એમ.ઈ.આર.એસ.

સોલા સિવિલ હોસ્પિટલનો મેડીકલ સ્ટુડન્ટ એસ.વી.પી.હોસ્પિટલમાં ડ્રગ્સ લેતા ઝડપાયો એ અંગે એસ.વી.પી.હોસ્પિટલ તરફથી લેખિત કે મૌખિક જાણ કરાઈ છે કે કેમ? એ અંગે જી.એમ.ઈ.આર.એસ.ના ડીન ડોકટર પ્રકાશ મહેતાને પુછતા તેમણે કહયુ, એસ.વી.પી.હોસ્પિટલ સત્તાવાળા તરફથી આ બનાવ અંગે કોઈ લેખિત કે મૌખિક જાણ કરવામા આવી નથી.

આવી કોઈ ઘટના બની જ નથી,ડીન,એન.એચ.એલ.મેડીકલ કોલેજ

સોલા સિવિલ હોસ્પિટલનો મેડીકલ સ્ટુડન્ટસ એસ.વી.પી.હોસ્પિટલમાં ડ્રગ્સ લેતા ઝડપાવાની ઘટના અંગે મ્યુનિ.સંચાલિત એન.એચ.એલ.મેડીકલ કોલેજના ડીન ડોકટર ચેરી શાહનો સંપર્ક કરતા તેમણે કહયુ, મેડીકલ સ્ટુડન્ટસ એસ.વી.પી.હોસ્પિટલમાં ડ્રગ્સ લેતા ઝડપાયો હોવા અંગે મિડીયામાં ચાલી રહેલા અહેવાલમાં કોઈ તથ્ય નથી.હોસ્પિટલમાં આવી કોઈ ઘટના બની જ નથી.

ઈન્જેકશનથી મેડીકલ સ્ટુડન્ટસ ડ્રગ્સ લેતો હોવાની બાબત ઢાંકવા તંત્રનો પ્રયાસ

        સોલા સિવિલ હોસ્પિટલનો મેડીકલ સ્ટુડન્ટસ એસ.વી.પી.હોસ્પિટલ ખાતે છેલ્લા એક સપ્તાહથી ઈન્જેકશનથી ડ્રગ્સ લેતો હોવાની બાબતને ઢાંકવા હોસ્પિટલ સત્તાવાળાઓએ પ્રયાસ હાથ ધર્યા છે.આધારભૂતસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,આ મેડીકલ સ્ટુડન્ટસ હોસ્પિટલના સર્જીકલ વોર્ડ તથા ઓપરેશન થિયેટરમાંથી સિરિન્જ અને નીડલ મેળવી ઈન્જેકશનથી ડ્રગ્સ લેતો હતો.આ બાબતને લઈ આ સ્ટુડન્ટસના શરીર ઉપર તેના નિશાન પણ તપાસમાં મળી આવ્યા હતા.


Google NewsGoogle News