Get The App

અશ્લીલતા ફેલાવવાની હરીફાઈ? ભાજપ બાદ હવે કોંગ્રેસના વોટ્સએપ ગ્રૂપમાં કાર્યકરે શેર કર્યા બીભત્સ ફોટા

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
અશ્લીલતા ફેલાવવાની હરીફાઈ? ભાજપ બાદ હવે કોંગ્રેસના વોટ્સએપ ગ્રૂપમાં કાર્યકરે શેર કર્યા બીભત્સ ફોટા 1 - image


Obscene photo Send in Congress WhatsApp Group:  તાજેતરમાં રાજકોટમાં ભાજપના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે અમદાવાદ કોંગ્રેસના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલતા છલકાઈ છે. જેને જોતાં લાગે છે કે જાણે રાજકીય પક્ષોએ જાણે અશ્લીલતા ફેલાવવાની હરીફાઈ લગાવી હોય. 

શરમમાં મૂકાઈ મહિલા કાર્યકર્તાઓ

વાત જાણે એમ છે કે અમદાવાદ શહેરના કોંગ્રેસના ચાંદખેડાના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના એક આધેડ કાર્યકર દ્વારા ચાંદખેડા બૂથ ટીમ અને સંગઠન ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવ્યા હતા. આ ગ્રૂપમાં કૉર્પોરેટરથી માંડીને શહેર પ્રમુખ સહિત મહિલા કાર્યકર્તાઓ પણ સામેલ હોવાથી મહિલાઓને શરમમાં મૂકાવવાનો વારો આવ્યો હતો. 

આ પણ વાંચો : રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ તસવીરોથી હોબાળો, મેયર સહિતના મહિલા નેતાઓ એક્ઝિટ

મોબાઇલ હેક થયો હોવાનો કાર્યકર્તાનો દાવો

વોટ્સએપમાં અચાનક અશ્લીલ ફોટા શેર કરવામાં આવતાં ગ્રૂપમાં હોબાળો મચી ગયો હતો અને તાત્કાલિક ફોટા ડિલીટ કરી આધેડ કાર્યકરને ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. ગ્રૂપમાં સતત આધેડ કાર્યકર્તા વિરૂદ્ધ કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. જો કે આધેડ કાર્યકારે અશ્લીલ ફોટા શેર કરવાના મુદ્દે ખુલાસો કરતાં મોબાઇલ હેક થયો હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત કાર્યકર્તા દ્વારા માફી પણ માંગવામાં આવી હતી. 

રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં શેર થયા હતા અશ્લીલ ફોટા

તાજેતરમાં જ આવી ઘટના રાજકોટમાં સર્જાઈ હતી. ભાજપ રાજકોટના વૉર્ડ નં. 4ના બૂથ નં. 56ના વોટ્સએપ ગ્રૂપમાં મનીષ પરસાણા નામના ભાજપના કાર્યકર્તાએ એક પછી એક 6 જેટલા અશ્લીલ ફોટા શેર કર્યા હતા. જેના લીધે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. કારણ કે આ ગ્રૂપમાં 200થી વધુ કાર્યકર્તાઓ જોડાયેલા છે. જેમાં મહિલા મેયર સહિત અન્ય મહિલાઓ પણ સામેલ છે. આ ગ્રૂપમાં સામેલ મહિલાઓ ક્ષોભનીય સ્થિતિમાં મૂકાઈ હતી અને મહિલા મેયર નયનાબહેન પેઢડિયા સહિત અનેક મહિલા કાર્યકર્તાઓએ ટપોટપ ગ્રૂપ લેફ્ટ કરી દીધું હતું. આ સમગ્ર મામલો શહેર ભાજપ પ્રમુખ સુધી પહોંચી ગયો અને આ મામલે તપાસ કરવાની જવાદારી વૉર્ડના આગેવાનોને સોંપવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહીની બાંહેધરી પણ આપવામાં આવી હતી. 



Google NewsGoogle News