Get The App

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખપદે OBC નેતાની થઈ શકે છે પસંદગી, આ ચાર નામ રેસમાં

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખપદે OBC નેતાની થઈ શકે છે પસંદગી, આ ચાર નામ રેસમાં 1 - image


State BJP President in Gujarat: મહારાષ્ટ્ર-ઝારખંડના ચૂંટણી પરિણામ આવી ગયા છે. મહારાષ્ટ્ર સરકારની શપથવિધી બાદ ભાજપ હાઇકમાન્ડ ગુજરાતમાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખપદે કોની વરણી કરવી તે મુદ્દો હાથ પર લેશે. જો કે, રાજકીય પ્રણાલી મુજબ આ વખતે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી હશે.

આ મહિનામાં જ નિર્ણય લેવાશે

કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો એક પગ દિલ્હીમાં, બીજો પગ ગુજરાતમાં રહ્યો છે. મંત્રીપદ અને પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી શકાય તેમ નથી. આ જોતાં ખુદ પાટીલે જ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પછી નવા પ્રદેશ પ્રમુખ નજીકના દિવસોમાં નિમાશે તેવા સંકેત આપી દીધા છે.

ભૂતકાળમાં એવું બન્યું છે કે, પ્રદેશ પ્રમુખના જે નામો રેસમાં હોય તેના કરતાં કોઈ નવા ચહેરાને જ ગુજરાત ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે. આમેય ભાજપમાં શું થશે તે કોઈ રાજકીય પંડિતો પણ કળી શકે તેમ નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, આ વખતે સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર ગુજરાતના કોઈ ઓબીસી નેતાને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખપદે બેસાડાય તેવી શક્યતા જોવાઈ રહી છે. રાજકીય પ્રણાલી છે કે, અત્યારે મુખ્યમંત્રીપદે પાટીદાર છે તેવા કિસ્સામાં પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી સંભાવના નહીંવત્ છે. 

આ નામ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં

આ જોતાં ઓબીસી નેતા જ એક માત્ર વિકલ્પ છે. અત્યારે ભાજપના વર્તુળોમાં ચર્ચા છે કે, પૂર્ણશ મોદી, દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને મયંક નાયકના નામ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કોને ગુજરાત ભાજપની કમાન સોંપે છે તેના પર સૌની નજર મંડાઈ છે. ભાજપ હાઇકમાન્ડ પણ હવે એવું ઇચ્છે છે કે, એવા પ્રદેશ પ્રમુખની પસંદગી કરવામાં આવે જે સરકાર અને સંગઠનમાં તાલમેલ બેસાડે. ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વચ્ચે ગજગ્રાહ થયો છે. જાણવા મળ્યું છે કે, 'આજ મહિનાના અંત સુધીમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે.'

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખપદે OBC નેતાની થઈ શકે છે પસંદગી, આ ચાર નામ રેસમાં 2 - image


Google NewsGoogle News