ન્યાય યાત્રા VS તિરંગા યાત્રા: આવતીકાલથી ગુજરાતમાં રાજકીય ઘમાસાણ શરૂ, પ્રજા વચ્ચે ઉતરશે બંને પક્ષો

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
ન્યાય યાત્રા VS તિરંગા યાત્રા: આવતીકાલથી ગુજરાતમાં રાજકીય ઘમાસાણ શરૂ, પ્રજા વચ્ચે ઉતરશે બંને પક્ષો 1 - image


Nyay Yatra Vs Tiranga Yatra : ગુજરાત માટે આ અઠવાડિયું રાજકીય દ્વષ્ટિએ ખૂબ જ મહત્વનું રહેશે. કારણ કે આવતીકાલથી એટલે કે 9મી ઓગસ્ટથી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે. તો બીજી તરફ 10મી ઓગસ્ટથી ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બંને પક્ષો પ્રજાની વચ્ચે પોતાની હાજરી નોંધાવશે. 

મોરબીથી શરૂ થશે કોંગ્રેસની ન્યાય 

કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે તે હેતુથી મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે. જેમં કોંગ્રેસના મોટા મોટા નેતાઓ હાજરી આપશે. આ યાત્રામાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી પણ જોડાઇ શકે છે. આવતીકાલ (10 ઓગસ્ટ)થી શરૂ થતી ન્યાયયાત્રા રાજ્યના વિવિધ શહેરોમાંથી પસાર થઇને 23મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે.  300 કિલોમીટરની ન્યાય યાત્રા મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે. 

લોકોની રજૂઆતને ભાજપના પાપના ઘડામાં નાખી અંતે ઘડો ફોડી નાખશે

આ યાત્રામાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકે એ માટે કોંગ્રેસ દ્વારા ભાજપનો પાપનો ઘડો નામનો એક ઘડો પોતાની સાથે રાખવાના છે. જેમાં લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોને અંતે ઘડો ભરાઈ જતાં તેને ફોડીને કોંગ્રેસે ભાજપનો પાપાનો ઘડો ભરાઈ ગયો તેવો સંકેત આપશે.  

રાજકોટથી શરૂ થશે ભાજપ તિરંગા યાત્રા

જ્યારે ભાજપ દ્વારા 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના ચાર મહાનગરો સહિત અન્ય મોટા શહેરોમાં તિરંગ યાત્રા કાઢવામાં આવશે. જ્યારે 10 ઓગસ્ટે રાજકોટ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાની તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવશે. જેમાં  રાજકોટના 50 હજારથી વધુ લોકો અને સુરતમાં એક લાખથી વધુ તિરંગા યાત્રામાં જોડાશે.

અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં નીકળશે તિરંગા યાત્રા

રાજ્ય સહિત દેશભરમાં તિરંગા યાત્રાનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 11 ઓગસ્ટે સુરત ખાતેની તિરંગા યાત્રામાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ હાજર રહેશે. જ્યારે  વડોદરા ખાતે 12 ઓગસ્ટે અને અમદાવાદ ખાતે 13 ઓગસ્ટે તિરંગા યાત્રા નીકાળવામાં આવશે. તિરંગા યાત્રામાં સ્થાનિક પોલીસ, અર્ધલશ્કરી દળ અને સેનાના જવાનો હાજર રહેશે અને જેમાં વિવિધ ટેબ્લો પદર્શિત કરવામાં આવશે. આ સાથે સરકાર દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવશે.


Google NewsGoogle News