Get The App

NRI ફરવા માટે નહીં, પણ આ કારણથી આવે છે ગુજરાત, સરકારી ઇવેન્ટમાં આવેલા વિદેશીને પ્રવાસીમાં ખપાવ્યા

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
Tourism in Gujarat


Tourism in Gujarat: ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ધાર્યા પ્રમાણે વધતી નથી તેનું મુખ્ય કારણ દારૂબંધી અને છેવાડાના ટુરિસ્ટ પ્લેસમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશમાંથી આવતા બહુધા એનઆરઆઇ આરોગ્યની સારવાર કે પરિવારને મળવા આવતાં હોય છે.

એનઆરઆઇ માત્ર સારવાર માટે કે પરિવારને મળવા આવે છે

કેન્દ્ર સરકારના આંકડા 2021માં માત્ર 11 હજાર, 2022માં 17.77 લાખ અને 2023માં 28.06 લાખ વિદેશી ટુરિસ્ટ બતાવે છે, આમ છતાં દેશના બીજા રાજ્યોની સરખામણીએ વિદેશી પ્રવાસીઓની સંખ્યા ગુજરાતમાં ઓછી જોવા મળે છે. છેલ્લા વર્ષમાં જે પ્રવાસીઓ આવ્યા છે તે પૈકી મોટાભાગના જી-20 અને સરકારી કાર્યક્રમોમાં આવેલા ડિપ્લોમેટ્‌સ છે.

આ પણ વાંચો: ગુજરાત ટુરિઝમના આંકડામાં પોલમપોલ, 100માંથી 94 પ્રવાસી તો સ્થાનિક, સુવિધાઓનો અભાવ

ટુરિઝમ સ્ટેટેસ્ટિક્સ રિપોર્ટમાં ગુજરાતનો ક્રમ પાંચમો

કેન્દ્ર સરકારના ટુરિઝમ સ્ટેટેસ્ટિક્સ રિપોર્ટમાં દેશના ટોચના આઠ ઍરપૉર્ટ પર વિદેશી પ્રવાસીઓ આવ્યા હોવાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ ક્રમે દિલ્હી અને બીજા ક્રમે મુંબઈ છે. દેશના ટોચના આઠ ઍરપૉર્ટમાં અમદાવાદનો નંબર આવતો નથી. ડોમેસ્ટિક ટુરિઝમના આંકડામાં પણ ગુજરાતનો ક્રમ પાંચમો આવે છે. ગુજરાત કરતાં ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક આગળ છે.

બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા છતાં પણ પ્રવાસીઓને આકર્ષી શકાયા નહીં

ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ટુરિઝમે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ તેનાથી વિદેશી કે અન્ય રાજ્યના પ્રવાસીઓને આકર્ષિત કરી શકાયા નથી. વિદેશી પ્રવાસીઓની થોડી ઘણી સંખ્યા અમદાવાદ, વડોદરા, સુરત, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સાસણ ગીર અને કચ્છના રણોત્સવમાં જોવા મળી છે. રાજ્યના એકપણ બીચ પર વિદેશી ટુરિસ્ટ ફરક્યા નથી.

NRI ફરવા માટે નહીં, પણ આ કારણથી આવે છે ગુજરાત,  સરકારી ઇવેન્ટમાં આવેલા વિદેશીને પ્રવાસીમાં ખપાવ્યા 2 - image


Google NewsGoogle News