હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ વર્ષમાં સોમવારે આવતી રજાઓના દિવસે પણ ચાલુ રહેશે, મંગળવારે બંધ રખાશે

સોમવારના દિવસે આવતા ગાંધી જયંતિ, ગુરૂનાનક જયંતિ અને નાતાલના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રાખવા નિર્ણય

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ વર્ષમાં સોમવારે આવતી રજાઓના દિવસે પણ ચાલુ રહેશે, મંગળવારે બંધ રખાશે 1 - image



અમદાવાદઃ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી જાહેર રજાઓમાં 2 ઓકટોબર ગાંધી જયંતિ, 27 નવેમ્બર ગુરુનાનક જયંતિ અને 25 ડિસેમ્બર નાતાલનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જાહેર રજાના દિવસે એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. 

રજાના દિવસોમા ઓનલાઇન બુકિંગ કરાવી શકાશે

સ્ટેચ્યુ ઑફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતું કે, પ્રવાસીઓ આ જાહેર રજાના દિવસોમા ઓનલાઇન બુકિંગ કરાવી શકશે અને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકશે. વધુમાં એ તારીખ પછીના આવતા મંગળવાર એટલે કે 3 ઓક્ટોબર, 28 નવેમ્બર અને 26 ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે.


Google NewsGoogle News