AMCનો મોટો નિર્ણય: બાલવાટિકાથી માંડીને ધોરણ 10 સુધી મળશે વિનામૂલ્યે શિક્ષણ, વાલીઓને મોટી રાહત
Ahmedabad Municipal Corporation News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એ.એમ.સી દ્વારા આગામી સત્રથી સાત ઝોનમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. હાલમાં શહેરમાં એ.એમ.સી સંચાલિત ધોરણ 1 થી 8ની 400થી વધુ સ્કૂલો ચાલે છે. આગામી સમયમાં ધોરણ 9 અને 10ની માધ્યમિક શાળાઓ શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી હવે બાલમંદિર માંડીને ધોરણ 10 સુધી મફત શિક્ષણ મળશે.
આ પણ વાંચો: “ખોટી જમીન માપણી રદ કરો” લખેલી ટી શર્ટ પહેરીને આવેલા આપના ધારાસભ્યને ગૃહમાંથી બહાર કાઢ્યા
ઉલ્લેખનીય છે કે હાલમાં સાત ઝોનમાં સાત શાળાઓ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પણ શાળાઓ શરૂ કરાશે. સ્કૂલ બોર્ડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી 1.70 લાખ વિદ્યાર્થીને ફાયદો થશે.
ક્રમ. | અ.મ્યુ.કો.ઝોન | શાળાનું નામ | શાળાનું સરનામું |
1 | ઉત્તર પશ્વિમ | ચાણક્ય પ્રા.શાળા | સેક્ટર-4, વ્રજધામ ફ્લેટની બાજુમાં, ચાણક્યપુરી, ઘાટલોડીયા, અમદાવાદ |
2 | પૂર્વ | લોટસ પબ્લિક સ્કૂલ | નીલકંઠ એપાર્ટમેન્ટ, સદગુરૂ ગાર્ડન, વિરાટનગર, અમદાવાદ |
3 | પશ્વિમ | એલિસબ્રિજ શાળા નં.17 | જી.એસ.ટી ભવનની પાસે, પાંજરાપોળ, અમદાવાદ |
4 | દક્ષિણ પશ્વિમ | મકરબા પ્રા.શાળા | પાણીની ટાંકી પાસે, મકરબા ગામ, સરખેજ રોજા પાસે, અમદાવાદ |
5 | ઉત્તર | સરસપુર શાળા નં. 11 | અનિલ સ્ટાર્ચ મિલ પાસે, સરસપ્પુર, અમદાવાદ |
6 | દક્ષિણ | પીપળજ પ્રા. શાળા | અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં, ઠાકોરવાસ, અમદાવાદ |
7 | મધ્ય | પ્રિતમપુરા શાળા નં. 3 | રચના સ્કૂલ પાસે, કાનજીનગર, શાહીબાગ, અમદાવાદ |
કોર્પોરેશનના આ નિર્ણયથી આર્થિક રીતે નબળા વાલીઓને મોટી રાહત થશે. ખાનગી શાળામાં તગડી ફી ભરી ભરીને વાલીઓની કમર ભાગી જતી હતી. કોર્પોરેશના આ નિર્ણયથી વાલીઓનો શિક્ષણનો આર્થિક બોજો ઘટી જશે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહેશે.