સીજી રોડ પર વાહનો પર સ્ટંટ કરતા તત્વોને પોલીસ મુકપ્રેક્ષક બની જોતી રહી
સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થયો
કારના બોનેટ, છત પર બેસી ટ્રાફિક જામ કરતા કારચાલકો સામે ન કરીઃ પોલીસની કામગીરીને લઇને સવાલ ઉભા થયા
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે બની રહે તે
માટે કાર કે અન્ય વાહનો પર જાહેરમાં સ્ંટંટ કરતા તત્વો સામે આકરી કાર્યવાહી
કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે. પરતુ, શહેરના સીજી એક સાથે અનેક કારના કાફલામાં સ્ટંટ કરતા લોકોની
સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસ મુકપ્રેક્ષક બનીને તમાશો જોતી હોય તેવો એક
વિડીયો વાયરલ થયો છે. જેના કારણે પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે.
સોશિયલ મિડીયામાં સીજી રોડ પરનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં આધુનિક એસયુવી ૧૦ જેટલી ગાડીઓના કાફલામાં આવેલા યુવાનો ગાડીના બોનેટ, છત અને તેના દરવાજા પર લટકીને જતા જોવા મળી રહ્યા છે. બે મિનિટ ઉપરાંતના આ વિડીયોમાં કારમાં જતા યુવાનોએ રસ્તાને પોલીસની હાજરીમાં જ બાનમાં લીધો હોવાનું પણ સ્પષ્ટ જણાય આવે છે. પરંતુ, પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉલ્લેનીય છે કે પોલીસ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થાય ત્યારબાદ જ કોઇ કાર્યવાહી કરે છે અને સ્ટંટબાજોને ઝડપીને આકરી કાર્યવાહી કર્યાનો દાવો કરે છે.
પરંતુ, આ વિડીયોએ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કર્યા છે. કારણ કે ધોળા દિવસે સીજી રોડ જેવા વ્યસ્ત વિસ્તાર હોવા છતાંય, કોઇ કાર્યવાહી થઇ નહોતી..આ ઉપરાંત, અમરાઇવાડી વિસ્તારનો એક વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં છરી કેટલાંક લોકો કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરે છે. જે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.