કાળઝાળ ગરમી જ નહીં કમોસમી વરસાદ અને વંટોળ માટે પણ તૈયાર રહેજો: અંબાલાલ પટેલની આગાહી

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
કાળઝાળ ગરમી જ નહીં કમોસમી વરસાદ અને વંટોળ માટે પણ તૈયાર રહેજો: અંબાલાલ પટેલની આગાહી 1 - image


Ambalal Patel Prediction: ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડતા લોકો અકળાઈ ઉઠ્યા છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, એપ્રિલ મહિનામાં રાજ્યમાં વંટોળનું પ્રમાણ વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 20મી એપ્રિલથી ગરમીની શરૂઆત થશે.

અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે

રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તેમજ મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાઇ શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, એપ્રિલના બીજા સપ્તાહમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તેમજ એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે.

આ શહેરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું

હવામાન વિભાગ અનુસાર, ગત રાત્રિએ અમદાવાદનું સરેરાશ લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી સાથે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગમાં વર્ષ 2020 સુધીના જ જે આંકડાં દર્શાવાયા છે તેના અનુસાર 2011થી 2020 દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 42ને પાર થયું હોય તેવું એકમાત્ર વાર 2017માં બન્યું હતું. ગરુવારે 10 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર થયો હતો. જેમાં અમરેલીમાં 40.8 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જ્યાં વધારે ગરમી નોંધાઈ તેમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભુજ, છોટા ઉદેપુર, ડીસાનો સમાવેશ થાય છે. આજે બનાસકાંઠા, આણંદમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.

કાળઝાળ ગરમી જ નહીં કમોસમી વરસાદ અને વંટોળ માટે પણ તૈયાર રહેજો: અંબાલાલ પટેલની આગાહી 2 - image


Google NewsGoogle News