કોરિયન્ડ મેરિયેટ હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળતા હોબાળો

યોગ્ય જવાબ ના મળતા ગ્રાહકે હોબાળો કર્યો

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News

     કોરિયન્ડ મેરિયેટ હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળતા હોબાળો 1 - image

  અમદાવાદ,શુક્રવાર,17 નવેમ્બર,2023

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલી હોટલમાં પીરસવામાં આવતી ખાદ્યચીજોમાંથી જીવાત મળવાના બનાવ છેલ્લા કેટલાક સમયથી બની રહયા છે.શહેરના રામદેવનગર વિસ્તારમાં આવેલી કોરિયન્ડ મેરિયેટ હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળતા ગ્રાહક દ્વારા હોબાળો કરવામાં આવ્યો હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.આ અંગે મળતી માહિતી મુજબ,આ હોટલમાંથી ગ્રાહક દ્વારા સેન્ડવીચ ઓર્ડર કરવામાં આવ્યા બાદ જીવાત નીકળતા ગ્રાહકે જીવાત નીકળવા અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ કરી હોટલમાં હોબાળો કર્યો હતો. હોટલ તરફથી યોગ્ય જવાબ ના મળતા ગ્રાહકે હોબાળો કર્યો હોવાનુ જાણવા મળે છે.


Google NewsGoogle News