ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત નહીં, કોર્ટે ફગાવી અરજી, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કેસ મુક્તિ મામલે મૌખિક હુકમ કર્યો

સેશન્સ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી શકે

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત નહીં, કોર્ટે ફગાવી અરજી, જાણો શું છે સમગ્ર મામલો 1 - image


No Relief for Hardik Patel : હાર્દિક પટેલને પાટીદાર આંદોલન (Patidar Andolan) દરમિયાન આમરણાંત ઉપવાસ સમયે પોલીસ સાથે ગેરવર્તણૂંકના કેસમાં રાહત મળી નથી. ગ્રામ્ય કોર્ટે તમામ દલીલને અંતે આ નિર્ણય આપ્યો હતો.

કુલ 9 લોકો સામે કેસ નોંધાયો હતો

ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ (BJP MLA Hardik Patel) સહિત કુલ 9 લોકો સામે વર્ષ 2018માં નિકોલમાં કેસ નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે જેમાં હાર્દિક પટેલે કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી જેમાં લાંબી દલીલો બાદ કોઈ રાહત આપી નથી. આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કેસ મુક્તિ મામલે મૌખિક હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને આ કેસમાં રાહત ન મળતા હવે આ કેસ આગળ પણ ચાલુ રહેશે. હવે હાર્દિક પટેલ આગામી દિવસોમાં સેશન્સ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં અરજી કરી શકે છે પરંતુ ગ્રામ્ય કોર્ટમાંથી ટ્રાયલમાંથી મુક્ત કરવાની કોઈપણ વાત સ્વીકારવામાં આવી નથી.

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત નહીં, કોર્ટે ફગાવી અરજી, જાણો શું છે સમગ્ર મામલો 2 - image


Google NewsGoogle News