Get The App

જમીન કૌભાંડમાં છ મહિનાથી ફરાર બિલ્ડર નીરલ ઝવેરી ઝડપાયો

Updated: May 24th, 2023

GS TEAM


Google News
Google News
જમીન કૌભાંડમાં છ મહિનાથી ફરાર બિલ્ડર નીરલ ઝવેરી ઝડપાયો 1 - image


- દિલ્હીની ડી.એ.વી. સ્કુલ પાસેથી ગ્રામ્ય એસઓજીની ઝડપી લીધો 

અમદાવાદ,તા.24 મે 2023,બુધવાર

જમીન કૌભાંડના સાત જેટલા ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર થઈ ગયેલા બિલ્ડર નીરલ ઝવેરીને ગ્રામ્ય એસઓજીની ટીમે દિલ્હીની ડી.એ.વી. સ્કુલ પાસેથી ઝડપી લીધો હતો. બોપલના જમીનના કેસમાં આરોપીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ થયો છે. 

સીઆઈડી ક્રાઈમ, બોપલ, અસલાલી, ધોળકા અને સાણંદમાં ફરિયાદો થઈ છે 

સેટેલાઈટના પ્રહલાદનગર રોડ પર આવેલા સૂરધારા બંગલોમાં રહેતો બિલ્ડર નીરલ ઝવેરીએ પ્લોટીંગની સ્કીમ પાડી હતી. આ દરમિયાનમાં આરોપી વિરૂદ્ધ જમીન કૌભાંડ અસલાલીમાં ત્રણ, બોપલમાં એક, ધોળકામાં એક, સાણંદમાં અને સીઆઈડી ક્રાઈમમાં એક મળીને કુલ સાત જેટલી ફરિયાદો નોંધાઈ હતી. જમીન કૌભાંડના કુલ સાત જેટલા ગુનામાં નાસતા ફરતા આરોપી નીરલ ઝવેરીને ઝડપી લેવા માટે ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી હતી. છ મહિનાથી પણ વધુ સમય વીતી ગયા બાદ પણ આરોપી પકડમાં આવ્યો ન હતો. દરમિયાનમાં ગ્રામ્ય એસઓજીને બાતમી મળી કે, આરોપી નીરલ ઝવેરી દિલ્હીના નાહરપુર વિસ્તારમાં એમ.સી.ડી પાર્ક વિસ્તારમાંથી પસાર થવાનો છે. બાતમી આધારે પોલીસે એમ.સી.ડી પાર્ક વિસ્તારમાં ડી.એ.વી સ્કુલ પાસેથી આરોપીને ઝડપી લીધો હતો. બોપલના જમીનના કેસમાં પોલીસે નીરલ ઝવેરીની ધરપકડ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 

Tags :