નવ સ્થળે વરસાદી પાણી ભરાયા નરોડા-રાણીપમાં દોઢ,કોતરપુર -મકતમપુરામાં સવા ઈંચ વરસાદ
સતાધાર પાસે મકાનની ભેખડ નીચે દટાયેલા યુવકને ફાયર વિભાગે બહાર કાઢયો
અમદાવાદ,ગુરુવાર,20 જૂલાઈ,2023
અમદાવાદમાં બુધવારે રાત્રિના ૧૨થી સવારના ૬ કલાક સુધી
શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસી પડયો હતો.નરોડા-રાણીપમાં દોઢ જયારે કોતરપુર અને
મકતમપુરામાં સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.નવ સ્થળે વરસાદી પાણી ભરાવાની
મ્યુનિ.તંત્રને ફરિયાદ મળી હતી.ગુરુવારે સાંજે શહેરના સતાધાર ક્રોસ રોડ પાસે
મકાનની ભેખડ નીચે દટાયેલા યુવકને ફાયર વિભાગે બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે
મોકલી આપ્યો હતો.શહેરમાં ગુરુવારે સાંજે ૪ કલાક સુધીમાં મોસમનો અત્યાર સુધીનો
સરેરાશ ૧૮.૧૨ ઈંચ વરસાદ થયો હતો.
બુધવારે રાત્રિના ૧૨થી
ગુરુવારે સવારના ૬ કલાક દરમિયાન શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં વરસાદ
વરસ્યો હતો.દરમિયાન દક્ષિણ ઝોનમાં પાંચ સ્થળે,પૂર્વ ઝોનમાં બે સ્થળે,પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં અનુક્રમે એક-એક સ્થળે
વરસાદી પાણી ભરાયા હતા.દક્ષિણ ઝોનમાં એક સ્થળે વૃક્ષ ધરાશાયી થવાની ફરિયાદ
મ્યુનિ.કંટ્રોલરુમને મળી હતી. ગુરુવારે બપોરના સુમારે ઘાટલોડીયાના રન્નાપાર્ક
વિસ્તારમા આવેલ પારસમણી સોસાયટીના એક મકાનના રસોડાની સિલીંગ ધરાશાયી થવાની ઘટના
બની હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.આ સમયે રસોડામા કામ કરતા મહિલાનો
આબાદ બચાવ થયો હતો.જોકે આ બનાવ અંગે ફાયર કંટ્રોલને કોઈ જાણ કરાઈ નહિ હોવાનુ
ફાયરસૂત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.શહેરના સતાધાર ક્રોસરોડ પાસે દેવકુટીર બંગલામાં
કામ ચાલી રહયુ હતુ એ સમયે રાહુલ પટેલ,ઉં.વર્ષ-૧૮
રહે,વાસણા
દટાઈ જતા ફાયર વિભાગને જાણ કરાતા તેને બહાર કાઢી ૧૦૮ મારફત હોસ્પિટલમાં સારવાર
માટે મોકલી અપાયો હતો.વાસણા બેરેજનુ લેવલ ૧૩૧.૨૫ ફૂટ નોંધાયુ હતુ.બેરેજના તમામ
દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા.
કયાં-કેટલો વરસાદ
વિસ્તાર વરસાદ(ઈંચમાં)
નરોડા ૧.૫૪
રાણીપ ૧.૪૨
કોતરપુર ૧.૩૪
દુધેશ્વર ૧.૩૨
મકતમપુરા ૧.૩૦
વટવા ૧.૩૦
મેમ્કો ૧.૨૨
ચાંદખેડા ૧.૧૬
કઠવાડા ૧.૦૬
દાણાપીઠ ૧.૦૦
ઉસ્માનપુરા ૦.૯૮
સરખેજ ૦.૯૮
પાલડી ૦.૯૪
બોડકદેવ ૦.૯૩
ઓઢવ ૦.૮૭
જોધપુર(ઝોનલ) ૦.૮૪
જોધપુર ૦.૭૫
રામોલ ૦.૭૭
વિરાટનગર ૦.૭૧
સાયન્સસીટી ૦.૬૯
ચાંદલોડીયા ૦.૫૫