'ગુજરાતમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદની સંભાવના', હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
'ગુજરાતમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદની સંભાવના', હવામાન વિભાગે કરી આગાહી 1 - image


Rain Forecast In Gujarat: ગુજરાતમાં હાલ શિયાળાની શરુઆત થઈ ગઈ છે અને અનેક જગ્યાએ પારો નીચો ગયો છે, ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને લેઈને ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગના અનુસાર, 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.

રાજ્યના આ વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના

હવામાન વિભાગના અનુસાર, રાજ્યમાં આગામી 24 કલાકમાં કેટાલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે અને આગામી પાંચ દિવસ હવામાન સૂકુ રહેશે. ભાવનગર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દદરા નગર હવેલીમાં વરસાદ થવાની સંભવના છે, જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ખૂબ હળવો વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દમણ, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. ડાંગમાં 1 એમએમ, વલસાડમાં 0.5 એમએમ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં હવામાન સૂકુ રહ્યું હતું.

તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં લઘુત્તમા તાપમાન 18 ડિગ્રી, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 10.3 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં એક ટ્રફિંગ છે. સાઉથ ઇસ્ટ અરેબિયન સીથી, જેના કારણે વાદળો બંધાયા છે. જેના લીધે લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. આગામી ચાર-પાંચ દિવસ દરમિયાનમાં લઘુત્તમ તાપમાનમાં હજુ એક-બે ડિગ્રી વધારો જોવા મળી શકે છે.



Google NewsGoogle News