ગુજરાત પર ચક્રવાત 'તેજ'ને લઈને રાહતના સમાચાર, યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાવાની આશંકા

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
ગુજરાત પર ચક્રવાત 'તેજ'ને લઈને રાહતના સમાચાર, યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાવાની આશંકા 1 - image
Image : twitter

Cyclone Tej : ગુજરાત પર ચક્રવાત  'તેજ'ને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવમાન વિભાગ (Meteorological Departmen)ના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાત તેજની અસર ગુજરાત પર થશે નહીં.  IMDના જણાવ્યા અનુસાર રવિવારે ગંભીર ચક્રવાતી તોફાનમાં (severe cyclonic) પરિવર્તિત થવાની સંભાવના છે જો કે આ ચક્રવાત યમન-ઓમાનના દરિયાકાંઠા (Yemen-Oman coast) તરફ આગળ વધવાની આગાહી કરવામાં આવી છે.

હાલ ગુજરાત પર ચક્રવાત તેજથી કોઈ ખતરો નથી

હવામાન વિભાગે કહ્યું હતું કે કેટલીકવાર વાવાઝોડું તેની આગાહી કરેલો રસ્તો (predicted path) અને તીવ્રતા (intensity) બદલી શકે છે જેવી રીતે બિપરજોય વાવાઝોડાના કિસ્સામાં જોવા મળ્યું હતું જે જૂનમાં અરબી સમુદ્રમાં સર્જાયું હતું અને લેન્ડફોલ (landfall) કરવા માટે તેની ઝડપ અને દિશા બદલતા પહેલા શરૂઆતમાં ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે જેનાથી ગુજરાત પર કોઈ અસર થશે નહીં. રાજ્યના રાહત કમિશનર (State Relief Commissioner) આલોક કુમાર પાંડે (Alok Kumar Pandey)એ કહ્યું હતું કે હાલ ચક્રવાત તેજથી કોઈ ખતરો નથી. રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન સૂકું (remain dry) રહેશે.

મુંબઈમાં ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કરાયું

ખાનગી હવામાન આગાહી કરતી એજન્સીના જણાવ્યા અનુસાર હાલ ચક્રવાત યમન-ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, જો કે હવામાન વિભાગે પહેલા જ કહ્યું હતું કે ચક્રવાતની અસર મુંબઈમાં વધું થઈ શકે છે જેને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 48 કલાકમાં દક્ષિણ પૂર્વ અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર વિકસિત થવાની સંભાવના છે.

ગુજરાત પર ચક્રવાત 'તેજ'ને લઈને રાહતના સમાચાર, યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાવાની આશંકા 2 - image


Google NewsGoogle News