Get The App

નવા બનાવવામાં આવેલા જોધપુર,મકતમપુરા,ઈસનપુરના કોમ્યુનિટી હોલના ભાડાના દર મંજૂર

જોધપુરવોર્ડમાં દૈનિક ભાડુ રુપિયા ૩૦ હજાર,ઈસનપુરમાં ૧૭,૫૦૦ રહેશે

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News

     નવા બનાવવામાં આવેલા જોધપુર,મકતમપુરા,ઈસનપુરના કોમ્યુનિટી હોલના ભાડાના દર મંજૂર 1 - image

  અમદાવાદ,શુક્રવાર,7 ફેબ્રુ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા બનાવવામાં આવેલા જોધપુર ઉપરાંત મકતમપુરા અને ઈસનપુર વોર્ડના કોમ્યુનિટી હોલના ભાડાના દરને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. જોધપુર વોર્ડમાં દૈનિક ભાડુ રુપિયા ૩૦ હજાર જયારે ઈસનપુર વોર્ડમાં આવેલા કોમ્યુનિટી હોલનું દૈનિકભાડુ રુપિયા ૧૭,૫૦૦ રાખવામાં આવ્યુ છે.

જોધપુર વોર્ડમાં કુલ ૪૬૬૦ ચોરસમીટરના પ્લોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ.સી.કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે. આ હોલમાં લગ્ન પ્રસંગ,રીસેપ્શન કે અન્ય સામજિક પ્રસંગોએ ભાડેથી રાખવા માટે દૈનિક ભાડુ રુપિયા ૩૦ હજાર, સફાઈ ચાર્જ રુપિયા ૩ હજાર તથા દૈનિકભાડા જેટલી જ રકમ ડિપોઝીટ પેટે વસૂલ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી હતી. કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, મકતમપુરા વોર્ડમાં ૪૧૧૦ ચોરસમીટરના પ્લોટમાં બનાવવામાં આવેલા એ.સી.કોમ્યુનિટી હોલનું દૈનિકભાડુ રુપિયા ૨૦ હજાર તથા સફાઈ ચાર્જ રુપિયા ૩ હજાર લઈ દૈનિકભાડા જેટલી જ રકમ ડિપોઝીટ પેટે વસૂલ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરવામાં આવી છે.જયારે ઈસનપુર વોર્ડમાં બનાવવામા આવેલા કોમ્યુનિટી હોલનું ક્ષેત્રફળ ૭૪૪ ચોરસમીટર હોવાથી તેનુ દૈનિક ભાડુ રુપિયા ૧૭,૫૦૦ રાખવામાં આવ્યુ છે.પહેલા તથા બીજા માળને એકસાથે ભાડે રાખનારે રુપિયા ૧૫ હજાર દૈનિકભાડુ ચૂકવવાનુ રહેશે.વહીવટી ચાર્જ રૃપિયા બે હજાર તથા સફાઈ ચાર્જ રુપિયા એક હજાર દૈનિક લેખે વસૂલ કરવામા આવશે.


Google NewsGoogle News