વિદ્યાસહાયક ઉમેદવારો માટે મહત્વના સમાચાર, નવી ભરતી થઈ શકે, શિક્ષણ વિભાગે આપી મંજૂરી
આ ભરતી પ્રક્રિયા ક્યારે શરુ થશે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી
ટેટા-ટાસ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવાની માંગ
New Recruitment of Teacher can be made in Gujarat : રાજ્યમાં વિદ્યાસહાયક ઉમેદવાર માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતમાં વિદ્યાસહાયકની બાકી રેલી જગ્યા ભરવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શિક્ષણ વિભાગ દ્વારા 2750 જગ્યાઓ ભરવાની મંજુરી આપી દીધી છે. હવે નવી વિદ્યાસહાકની નવી ભરતી કરવામાં આવી શકે છે.
ભરતી ક્યારે શરુ થશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી
ગુજરાતમાં વિદ્યાસહાક ઉમેદવારો માટે રાહત આપતા સમાચાર આવ્યા છે જેમાં ગુજરાતમાં સરકાર દ્વારા અગાઉ 5360 જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી જેમાંથી 2600 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી હતી જ્યારે હવે ખાલી જગ્યાઓ ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ વિભાગે 2750 જગ્યાઓ ભરવાની મંજુરી આપી દીધી છે. આ મુજબ હવે રાજ્યમાં વિદ્યાસહાયક નવી ભરતી કરવામાં આવી શકે છે. જો કે આ ભરતી પ્રક્રિયા ક્યારે શરુ થશે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
કાયમી ભરતી કરવાની વિદ્યાસહાક ઉમેદવારોની માંગ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરીને શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન ચાલાવી રહ્યા છે જ્યા પોલીસે વિરોધ કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહેલા વિદ્યાસહાયક ઉમેદવારોની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ટેટા-ટાસ પાસ ઉમેદવારોની માંગ છે કે કાયમી ભરતી ન થાય ત્યા સુંધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.