અમદાવાદ રિવરફ્રન્ટ પર થયેલી હત્યા કેસમાં નવો ખુલાસો, મિત્રને શોધવા ગયેલા યુવકને મોત મળ્યું

સ્મિત ગોહિલ અને રવિન્દ્ર લુહાર બંને મિત્રોની હત્યા થતાં પોલીસે ત્રીજા મિત્રની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
અમદાવાદ રિવરફ્રન્ટ પર થયેલી હત્યા કેસમાં નવો ખુલાસો, મિત્રને શોધવા ગયેલા યુવકને મોત મળ્યું 1 - image



અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં રિવરફ્રન્ટ પર ગઈકાલે એક યુવકની ગોળી મારીને હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી હતી. (crime news)આ કેસમાં કેટલાક ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે. (police)જેમાં ખાસ કરીને અમદાવાદ અને વિરમગામમાં થયેલી હત્યા વચ્ચેનું કનેક્શન મળી આવ્યું છે.30 ઓક્ટોબરે વિરમગામથી મળેલો મૃતદેહ રવિન્દ્ર લુહારનો હોવાનો ખુલાસો થયો છે. (crime branch)રવિન્દ્ર લુહાર અને સ્મિત ગોહિલ બન્ને મિત્રો હોવાની માહિતી સામે આવી છે. રવિન્દ્ર લુહારની હત્યામાં સ્મિત ગોહિલ અને અન્ય મિત્રની સંડોવણી હોવાની પોલીસને શંકા છે. પરંતુ સ્મીત ગોહિલની પણ હત્યા થતાં પોલીસે ત્રીજા મિત્ર યશ રાઠોડની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

હત્યાનું કારણ શોધવા ક્રાઈમ બ્રાંચ કામે લાગી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગઈકાલે સ્મિત ગોહિલ નામના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બીજી તરફ રિવરફ્રન્ટ પર હત્યા થયેલ સ્મિત ગોહિલના મિત્રની પણ હત્યા કરાઈ છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આ કેસમાં પૈસાની લેતીદેતીમાં રવિન્દ્ર લુહારની હત્યા થઇ હોવાની આશંકા સેવાઈ રહી છે. રવિન્દ્રની હત્યાના સ્થળે સ્મિત ગોહિલ અને અન્ય મિત્રની હાજરી હોવાના પ્રમાણ મળી આવ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. છરી અને ગોળી મારીને રવિન્દ્રની હત્યા કરવામાં આવી છે. રવિન્દ્ર અને સ્મિતની હત્યા અન્ય મિત્રએ કર્યા હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. બંને મિત્રોની હત્યા પાછળનું કારણ શું હોઈ શકે તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પણ તપાસ શરૂ કરી છે. 



Google NewsGoogle News