હાલોલ નજીક SRP જવાનો ભરેલી બસ પલટી, ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે ખસેડાયા
ફાયરિંગની તાલીમ પૂરી કરી પરત ફરી રહેલી બસની બ્રેક ફેઇલ થઈ જતાં કોતરમાં ઉતરી ગઈ હતી
04 જવાનને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા
હાલોલઃ (Panchmahal)પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. (SRP)એસઆરપી જવાનોને લઈ જતી બસ અચાનક પલટી ખાઈ ગઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. (Bus Accident)આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી પણ 45 જેટલા એસઆરપીના જવાનો ગંભીર રીતે ધાયલ થયા હોવાની વિગતો સામે આવી રહી છે.
45 જેટલા જવાનો ઇજાગ્રત થયા હોવાની માહિતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગની તાલિમ માટે આવેલી દાહોદના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ અચાનક પલટી ખાઈ જતાં 45 જેટલા જવાનો ઇજાગ્રત થયા છે. તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ જવાનો પૈકી 04 જવાનને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે.
બસની બ્રેક ફેઇલ થતાં કોતરમાં પલટી ખાઈ ગઈ
હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના 150 જવાન આજે ત્રણ દિવસની તાલીમ પૂરી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે ગ્રુપના જવાનોની બસની બ્રેક ફેઇલ થતાં બસ બેકાબૂ બની કોતરમાં ઊતરી જઈ પલટી ખાઈ ગઈ હતી.