'જાંબુઆ ગેંગ'ની 6 જણાંની ટોળકી ઝડપાઈ, કાર પર ભારત સરકાર લખી ચોરીને અંજામ આપતા
Navsari Police Arrest Jambua Gang Accused : મધ્યપ્રદેશ અને ગુજરાતના વિવિધ જિલ્લામાં મજૂરી કામ કરવાના બહાને ચોરીને અંજામ આપતી 'જાંબુઆ ગેંગ'ની 6 જણાંની ટોળકીને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડી છે. 'જાંબુઆ ગેંગ'ના શખસો પોલીસ અને અન્ય સરકારી વિભાગોથી બચવા માટે પોતાની કાર પર 'ભારત સરકાર' લખ્યું હતું. સમગ્ર મામલે નવસારી પોલીસે 1.30 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 6 આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતાં 12 જેટલાં ગુનાઓ કર્યાં હોવાની આરોપીએ કબૂલાત કરી હતી. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટડ જાહેર કર્યા છે. સમગ્ર ઘટના મામલે વધુ તપાસ કરવા માટે પોલીસે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી.
મધ્યપ્રદેશથી મજૂરી માટે આવેલા લોકો સાથે મળીને ચોરીને અંજામ આપતા
ગુજરાતમાં ચોરીના બનવાને લઈને પોલીસ એક્શનમાં આવી છે, ત્યારે મધ્યપ્રદેશથી ગુજરાતમાં મજૂરી કામ કરવા માટે આવેલા મજૂરો સાથે મળીને ચોરીને અંજામ આપતા 6 શખસો નવસારી એલસીબી પોલીસે બાતમી આધારે નવસારી જિલ્લાના નેશનલ હાઈવ પરથી ઝડપી પાડ્યા છે. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ખડકુઈ ગામના અને રાણાવાવ તાલુકાના શખસો મજૂરી કરવાના બહાને ગુજરાતમાં ચોરીને કરતા હતા. આ આરોપીઓ જાંબુઆ જિલ્લાના મજૂરો સાથે મળીને બંધ ઘરોની રેકી કરતાં અને પછી ચોરી કરતા હતા. જેમાં સુરત, વલસાડ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં બંધ ઘરોના તાળા તોડીને આરોપીઓ ચોરી કરતા હતા. આ સાથે આરોપીઓ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં પણ ચોરી કર્યાની જાણકારી મળી છે.
આ પણ વાંચો: ભુવો હતો સીરિયલ કિલર, માતા અને દાદી સહિત 12ને પતાવી દીધા, તાંત્રિક કઈ રીતે પકડાયો?
'જાંબુઆ ગેંગ'ના શખસોએ 12 જેટલા ગુનાની કરી કબૂલાત
મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ચોરીને અંજામ આપતા આરોપીની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં 'જાંબુઆ ગેંગ'ના શખસોએ 12 જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે 1.30 લાખના મુદ્દામાલ સાથે અનસિંગ મનજીભાઈ કામલીયા, મુકેશ જીતરાભાઈ મેડા, ધરમસિંગ પિદિયા કામલીયા, ગોવિંદ કાળુભાઈ સિંગાડ, મુકેશ ઉર્ફે મોકલો બદિયાભાઈ મોહનિયા, કેવનસિંગ પારુભાઈ કામલીયા સહિત કુલ 6 આરોપીની ધરપકડની કરવામાં આવી. જ્યારે અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર ઘટના મામલે વધુ તપાસ કરવા માટે પોલીસે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી.