Get The App

અમદાવાદનો આ રેલવે ઓવરબ્રિજ આવતીકાલથી 10 દિવસ માટે રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
અમદાવાદનો આ રેલવે ઓવરબ્રિજ આવતીકાલથી 10 દિવસ માટે રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ 1 - image


Nathalal Zagada Bridge Closed : અમદાવાદ શહેરમાં હાલ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના કારણે ઘણીવાર અમુક રસ્તાઓ અને બ્રિજ બંધ કરવા પડે છે. ત્યારે આવતીકાલથી મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ 18 ફેબ્રુઆરીથી આગામી 10 દિવસ માટે બંધ રહેશે. આ દરમિયાન વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણિનગર રેલ્વે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. 

બુલેટ ટ્રેનની કામગીરીના ભાગરૂપે પીલર પર વાયડક્ટ લોન્ચિંગનું કામ શરુ કરવાનું હોવાથી વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી 10 દિવસ માટે બંધ રહેશે. આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ શકે છે. આ 10 દિવસ દરમિયાન તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.  

આ પણ વાંચો: ગુજરાતમાં સગર્ભાઓના ચેકઅપના વીડિયો વેચવાનું કૌભાંડ, સોશિયલ મીડિયા પર વાઇરલ થયા CCTV ફૂટેજ

આવતીકાલથી એટલે 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન 10 દિવસ માટે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણિનગર રેલ્વે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. 

વાહનચાલકો મણિનગર ઇસ્ટ રોડથી વલ્લભાચાર્ય ચોક થઈ બીઆરટીએસ થઈ મણિનગર ક્રોસિંગ તરફ, ગાયત્રી ડેરી, અનુપમ બ્રિજ, કાંકરિયા રોડ થઈ પુનિત મહારાજ રોડ, સર્વિસ રોડ નાથાલાલ ઝઘડા બ્રિજથી મણિનગર ક્રોસિંગ રોડનો ઉપયોગ કરી શકશે.


Google NewsGoogle News