ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી સોનીની ૧.૬૦ લાખની ચેઇન તોડનારો પકડાયો
યુવકે બસમાં બેસીને પુત્રને જાણ કરતા પુત્રએ કન્ટ્રોલમાં મેસેજ કર્યો
કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકમાં નડિયાદના શખ્સને સોનાની ચેઇનના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો
, બુધવાર
ગીતામંદિરથી બસમાં બેસીને અમદાવાદનો યુવક બહાર ગામ જતો હતો અને ભીડનો લાભ લઇને તેમની રૃા. ૧.૬૦ લાખની સોનાની ચેઇન કોઇક શખ્સે તોડી હતી. યુવકે પુત્રને જાણ કરતાં પુત્રએ કન્ટ્રોલમાં મેસેજ કરતાં કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકમાં સીસીટીવી ફૂટેજ આધારે નડિયાદના શખ્સનેે મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.
કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકમાં નડિયાદના શખ્સને સોનાની ચેઇનના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.ગોહીલના જણાવ્યા મુજબ અમદાવાદનો યુવક બે દિવસ પહેલા ગીતા મંદિર બસ સ્ટેન્ડથી બસમાં બેસીને બહાર ગામ જતો હતો અને ભીડનો લાભ લઇને તેમની રૃા. ૧.૬૦ લાખની સોનાની ચેઇન કોઇક શખ્સે તોડી હતી. યુવકે પુત્રને જાણ કરતાં પુત્રએ કન્ટ્રોલમાં મેસેજ કરતાં કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકમાં સીસીટીવી ફૂટેજ આધારે નડિયાદના કિશોર ઉર્ફે મોન્ટુ ધીરુભાઇ દેવીપૂજક (ઉ.વ.૨૬)ને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.